
તાલુકા કાનુની સેવા સમિતિ, વન વિભાગ અને ત્રિનેત્ર ફાઉન્ડેશન & ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સંયુક્ત ઉપક્રમે માઢવાડ પ્રાથમિક શાળા મુકામે બાળકોને પ્રકૃતિ એ આપણું જીવન છે. તેથી તેનું જતન કરીને જ આપણે ભવિષ્ય નિર્માણ કરી શકીશું.વુક્ષો આપણે પરોપકારનો ગુણ શીખવે છે. દરેક વિદ્યાર્થી પોતાના ઘરે પરિવાર સાથે એક વુક્ષ વાવશે.કંકુ ચોખા થી તેનુ પૂજન કરી.તેને ઘરના સભ્યની જેમ ઉછેરવાનો સંકલ્પ કરશે.અને અન્યને પેરિત કરશે તેમજ વુક્ષોની જાળવણી તેમજ રોપણી વિશે સમજાવ્યા હતા.તેમજ પર્યાવરણ કાયદાઓ વિશે સમજવામાં આવ્યા હતા.લીગલ સુપરિટેન્ડેન્ટ ભાવિન જેઠવાના માર્ગદર્શન હેઠળ જેમાં હાજર રહેલ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા, મોહિત દેસાઇ, ત્રિનેત્ર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી ડો, પ્રો રામભાઇ વાઢેર તેમજ શાળા ના આચાર્ય શ્રી રંજનબેન વાજા તેમજ સામાજિક વનીકરણ રેન્જ કોડીનાર ના વન કમી,તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.






