કોડીનાર ની ગોહિલ ની ખાણ તેમજ કડવાસણ પ્રા.શાળાઓમાં વુક્ષોનું જતન આબાદ વતન એ વિષય પર શિબિર યોજાઇ

તાલુકા કાનુની સેવા સમિતિ, વન વિભાગ અને ત્રિનેત્ર ફાઉન્ડેશન & ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સંયુક્ત ઉપક્રમે ગોહિલ ની ખાણ તેમજ કડવાસણ પ્રાથમિક શાળા મુકામે છાત્રો ને સમજવામાં આવ્યું કે .આજના યુગમાં જે વુંક્ષોનું મહત્વ છે .તેમજ તેની જાળવણી,રોપણી તેમજ ભવિષ્યમાં જે જરૂરિયાત ઊભી થવાની છે.તેને પોહચી વળવા માટે આજે વુંક્ષો વાવવા જરૂરી છે. તેમજ છાત્રોને કાયદો અને તેની જરૂરિયાત, અદાલતનો પ્રાથમિક પરિચય આપવામાં આવ્યો.. અનોખી રીતે છોડ નું વિતરણ કરવું તેમજ તેની રોપણી કરવી તેમ સમજાયું.તેમાં મોટી સંખ્યા માં બાળકો એ ભાગ લીધો હતો અને સ્લોગનો આપ્યા હતા.તેમજ પર્યાવરણ કાયદાઓ વિશે સમજવામાં આવ્યા હતા. પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા, મોહિત દેસાઇ, અને ત્રિનેત્ર ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શ્રી આકાશભાઈ રાઠોડ તેમજ સામાજિક વનીકરણ રેન્જ કોડીનાર ના વન કમી,તેમજ આચાર્યશ્રી રઘુભાઈ પરમાર તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.






