
તાલુકા કાનુની સેવા સમિતિ અને ત્રિનેત્ર ફાઉન્ડેશન & ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક શાળા પેઢાવાડા મુકામે ,”એક વુક્ષ દત્તક અભિયાન” અંતર્ગત છાત્રોને વુક્ષો નું જતન કરવું તેમજ તેની જાળવણી કરવી તેવો મેસેજ આપવામાં આવ્યો .તેમજ શાળાના બાળકોને પ્રતિજ્ઞા લીધી, કે અમે એક વુક્ષ વાવશું.અને તેની જાળવણી પણ ક્રશું .અને તેને એક મિત્રની જેમ તેનું ધ્યાન રાખશુ .,તેમજ બાળકોએ પોતાના હાથે શાળાના કેમ્પસ માં વુક્ષ રોપ્યા હતા.તેમજ વુક્ષ આપણા મિત્રો છે.જેવા સ્લોગનો આપ્યા. તેમજ પર્યાવરણ રક્ષણ માટેના અધિકારો ,વિશે સમજવામાં આવ્યા. કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.લીગલ સુપરિટેન્ડેન્ટ ભાવિન જેઠવાના માર્ગદર્શન હેઠળ જેમાં હાજર રહેલ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા, મોહિત દેસાઇ, તેમજ શાળા ના આચાર્ય શ્રી રામસિંહભાઈ બારડ, સાંતિ બેન વાઢેળ,સંધ્યાબેન નકુમ, પ્રતિકભાઈ વાળા,રણજીતભાઇ મોરી સ્ટાફ હાજર રહ્યા હતા.