
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: મોડાસામાં ધોળાદિવસે મહિલાના ગળામાંથી ચેન ખેંચવાનો પ્રયાસ કરનાર બે ચેઇન સ્નેચરને રૂરલ પોલીસે દબોચ્યા

મોડાસા શહેરી વિસ્તારમાં ધોળેદિવસે મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગનો પ્રયાસ કરનાર બે આરોપીને નેત્રમ શાખા સીસીટીવી કેમેરા તથા ફેસ ટેગર એપ્લિકેશનની મદદથી રૂરલ પોલીસે મોડાસા ધનસુરા રોડ ઉપરથી ઝડપે પસાર થઈ રહેલી નંબર વગરના બાઇક સાથે પસાર થઈ રહેલા મોડાસાના કોલીખડના અને અન્ય એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
મોડાસા રૂરલ પીએસસાઈ ભરતસિંહ ચૌહાણ અને તેમની ટીમે મહિલાનો સોનાનો દોરો તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરી બાઇક પર ફરાર થઇ ગયેલા ચેઇન સ્નેચરને ઝડપી પાડવા નેત્રમ કેમેરાના સીસીટીવી ફૂટેજનું એનલીસસ કરી બંને ચેઇન સ્નેચરને ઝડપી પાડવા મોડાસા -ધનસુરા રોડ પર વોચ ગોઠવતા મોડાસા તરફથી એફઝેડ બાઇક પર આવતા અટકાવી ફેસટેગર એપની મદદથી ચેઇન સ્નેચર ૧)રાજેશ કચરા પરમાર (મૂળ રહે.કોલીખડ મોડાસા હાલ રહે,102 ઔડા મકાન ,બ્લોક-4 રાજીવ સિંધિયા નગર -નવા નરોડા) અને 2) સંદિપ બલેશ્વર(રહે,બાબુ રબારીની ચાલી ,સુભાષ નગર -અમદાવાદ)ને મોડાસા રૂરલ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.








