ભૂલા પડેલા ૬૨ વર્ષીય વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાથી એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ માં ફોન આવેલ કે એક ૬૨ વર્ષના વૃદ્ધ મહિલા એકલા છે.અને એવું જણાવેલ કે મારે ઘરે જવું છે. રાતનો સમય છે અને માજી એકલા હોય તેંથી તમારા મદદની જરૂર છે. જેથી ફરજ પર હાજર રહેલ કાઉન્સેલર મનીષા ધોળિયા, કોન્સ્ટેબલ દિવ્યાબેન તેમજ ડ્રાઈવર રમેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા.તે વૃદ્ધ મહિલાને મળ્યા તેમનું કાઉન્સેલિંગ કરતા જણાવેલ કે હું અને મારા પતિ બંને બજારમાં ગયા હતા હું એક વસ્તુ લેવા થોડે દૂર ગઈ હતી. એટલામાં રસ્તો ભૂલી ગઈ. ક્યાંથી જવું કાય ખબર પડતી ના હતી. હું ૩ કલાક થી ભટકું છું. મારા પતિ મારા દીકરા બધા મારી ચિંતા કરતા હસે તમે લોકો મને મારા ઘરે મૂકી જાવ. માજી ગભરાયેલા હતા. જેથી તેમને શાંત પડ્યા થોડી સાંત્વના આપી. અને કહેલ કે તમે શાંતિથી વિચારો તમે ક્યાં રહોશો. તેથી તમને તમારા ધરે મૂકી આવીએ. ત્યારબાદ માજીએ વેરાવળ તાલુકાના એક વિસ્તારનું નામ જણાવેલ. તે જગ્યા પર ગયા અને તે વિસ્તારનાં લોકો પણ માજીને જોઇને ઓળખી ગયા. અને ત્યાર પછી માજી નાં ઘરે ગયા તેમના પતિ એટલા બેઠા હતા અને તેનો દીકરો શોધવા ગયા હતા. માજીને જોઈ તેમના પતિ રોવા લાગ્યા અને કહેલ કે તે મારો સહારો છે. તમારો ખુબ ખુબ આભાર કે તમે સહી-સલામત લઈ આવ્યા. જે જોતા એવું લાગ્યું કે વિખૂટા પડેલા પરિવારનું ફરીથી મિલન કરાવેલ.
તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










