
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ- ચીખલી
વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામે વનવાસી અનાથ કન્યા આશ્રમ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત બનાવવાના મંત્રને સાકાર કરવા ગારમેન્ટ મેકિંગ તાલીમ શિબિર નું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં નવસારી જિલ્લા લોકસભાના ઇન્ચાર્જ અને ઉંમરકુઈ વનવાસી કન્યા અનાથ આશ્રમ ના મેનેજિંગ ડિરેક્ટર અશોક ધોરાજીયા નવસારી જિલ્લા પંચાયતના સભ્ય અંબાબેન માહલા સિદ્ધિવિનાયક રૂરલ ડેવલોપમેન્ટ ના પ્રમુખ મુકેશભાઈ તથા ચીખલી વાંસદા BVK ગ્રુપના ચેરમેન અને નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ ડૉ. વિશાલ પટેલ હાજર રહ્યા હતા જેમાં વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ વાંસદા તાલુકા મહામંત્રી સંજય બિરારી પ્રદેશ એસટી મોરચા ના મહામંત્રી પિયુષ પટેલ વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં 20 જેટલી બેરોજગાર આદિવાસી સમાજની દીકરીઓ સીવણ ક્લાસીસ ગારમેન્ટ મેકિંગ તાલીમ વર્ગની ટ્રેનીંગ લેશે જેમાં અશોક ધોરાજીયા સાહેબે આદિવાસી સમાજને સંબોધીને કહ્યું હતું કે આદિવાસી સમાજ મર્યાદા પુરુષ રામ જેવો સમાજ છે જે હંમેશા કોઈપણ કામ મર્યાદા માં રહી ઈજ્જતથી અને ઉત્સાહથી કરે છે આવી જ રીતે તમામ દીકરીઓએ આ તાલીમ પૂરેપૂરી ઉત્સાહથી પૂર્ણ કરવાની છે અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના આત્મનિર્ભર ભારત બનાવાના મંત્રને સાકાર કરવા આપણે પણ આપણું યોગદાન આપી આપણે પણ આત્મ નિર્ભર બની મંત્રને આગળ ધપાવીએ એ સાથે ૧૦૦ જેટલી દીકરીઓને સિલાઈ મશીન ટ્રેનિંગ આપવા માટે અને પગભર થવા માટે માહિતી આપી હતી.



