
અફઘાનિસ્તાનમાં આજે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપના આંચકાની અસર વધુ જોવા મળી હતી. ભૂકંપમાં કોઈ જાનહાનિની માહિતી મળી નથી.
અગાઉ 29 માર્ચે અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. તે દરમિયાન પણ ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. આના એક અઠવાડિયા પહેલા 22 માર્ચે અફઘાનિસ્તાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે મોટુ નુકશાન થયું હતું. આ ભૂકંપના કારણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા, જ્યારે લગભગ 250 લોકો ઘાયલ થયા હતા.

[wptube id="1252022"]





