
વાત્સલ્ય સમાચાર
પ્રકાશ મકવાણા કોડીનાર

તાલુકા કાનુની સેવા સમિતિ ,ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર ના સયુંકત ઉપક્રમે દુદાણા પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ ને વિશ્વ હૃદય દિવસ વિશે સમજવામાં આવ્યું. કે હૃદય એ માનવ શરીરના મહત્વપૂર્ણ અવયવોમાંનું એક છે, તેમાં ખામી સર્જાવાથી જીવલેણ થઈ શકે છે, તેથી દરેક વ્યક્તિ માટે હૃદયના સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. વધુમાં બાળકોને સમજાવાયું કે તાણ અને નબળી જીવનશૈલી એ હાર્ટ એટેકના મુખ્ય જોખમી પરિબળો છે, જેને વ્યાયામ, મધ્યસ્થી અને ગુણવત્તાયુક્ત ઊંઘ જેવી સારી આદતો કેળવીને આપણી જીવનશૈલીમાં સુધારો કરીને સામનો કરી શકાય છે.તેમજ કાયદો અને તેની જરૂરિયાત વિશે માહિગાર કર્યા.લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.









