GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
સાહિત્યકાર પદ્મ શ્રી વિજેતા શ્રી બચુભાઈ રાવત ની પુણ્ય તિથિ નિમિત્તે ગાંધીનગર માં શ્રદ્ધાંજલિ અર્પિત

વિશ્વ અને ભારત ના ગુજરાતી સાહિત્ય કાર અને સાહિત્ય પ્રેમી જે સંસ્થા સાથે જોડાયેલા છે એવી ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ અને એવી જ સાહિત્ય પ્રેમી હિન્દી સમિતિ રાજસ્થાન જેના અધ્યક્ષ શ્રી વિક્રમ સિંહ રાજપૂત કે જેઓ હિન્દી શાળા ના શિક્ષક અને સંચાલક છે તેઓ દ્વારા ગાંધી નગર ગુજરાત ના સેક્ટર 14 ડૉ બાબા સાહેબ આંબેડકર ગાર્ડન ખાતે સાહિત્યકાર અને શિક્ષક પદ્મ શ્રી વિજેતા શ્રી બચુભાઈ રાવત ની પુણ્ય તિથિ નિમિત્તે તારીખ 12 જુલાઈ 2023 ના રોજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં સંસ્થા ના ટ્રસ્ટી મહેંદ્ર ભાઈ ચૌહાણ, કોષાધ્યક્ષ શ્રી કાંતિ ભાઈ પટેલ એડવોકેટ, સામાજિક કાર્યકર શ્રીમતી ધર્મીષ્ઠા બેન જયંત ભાઈ ચૌહાણ અને નિમિ શા ગિરીશ ભાઈ પંડયા શક્તિ મંડળ ના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા કવિતા રજૂ કરી હતી અને શબ્દો થી બચુભાઈ રાવત ની ઓળખ આપી શ્રદ્ધાંજલિ આપી હતી. અને જણાવ્યું હતું કે શ્રી બચુભાઈ રાવત દ્વારા બુધ સભા ની શરૂઆત કરવામાં આવી હતી. તેઓને ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને રણજીત રામ સુવર્ણ ચંદ્રક પણ બચુ ભાઈ ને એનાયત થયેલ છે. તેઓએ કુમાર માસિક મેગેઝીન માં સંપાદક તરીકે અને નવજીવન ખાતે પણ સેવાઓ આપી હતી. ગોંડલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને મુંબઈ ધારા સભાના સભ્ય પણ હતા.
હિન્દી સમિતિ ગાંધી નગર ના અધ્યક્ષ શ્રી વિક્રમ સિંહ રાજપૂત દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી અને અને જણાવ્યું હતું કે બાળકો જો હિન્દી એક બાજુ બીજી બાજુ ગુજરાતી ભાષા માં જો કવિતા કે લેખ લખી ડૉ પટેલ ને અઠવા તેઓની પાસે દર મહિને રજૂ કરવામાં આવશે તો તે વિદ્યાર્થીને કંઈક ભેટ આપવા માં આવશે.
આ કાર્યક્રમમાં સેક્ટર 14 ના વસાહતી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કાંતિ ભાઈ પટેલ એડવોકેટ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવા માં આવ્યો હતો.

[wptube id="1252022"]





