MEHSANAVIJAPUR

મહેસાણા શહેરમાં નીલકંઠ મહાદેવ ખાતે દત્તક લીધેલ બાળકોને જરૂરીયાત વસ્તુઓ પુરી પાડવાનો કાર્યક્રમ યોજાયો

મહેસાણા શહેરમાં નીલકંઠ મહાદેવ ખાતે દત્તક લીધેલ બાળકોને જરૂરીયાત વસ્તુઓ પુરી પાડવાનો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા ખાતે ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન (ciss) અંતર્ગત મહેસાણા ના 51 બાળકો અને 24 પરિવારો ને સમાજના મુખ્ય પ્રવાહ માં લાવવા માટે એક સામાજિક ભાગીદારીનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અક્ષયરથ ચેરિટેબલ ટ્રસ્ટ નાં જ્યંતિભાઈ પટેલ દ્વારા આ કુટુંબ અને બાળકો ને એક વર્ષ માટે દત્તક લેવામાં આવેલ હતા
આ બાળકોને જરૂરીયાય વસ્તુઓ આપવાનો અનોખો કાર્યક્રમ મહેસાણા શહેર નીલંકઠ મહાદેવ ખાતે યોજાયો હતો.જેમાં મહાનુંભાવોની હાજરીમાં બાળકો ને શિક્ષણ ની જરૂરિયાત પ્રમાણે સ્કૂલ બેગ, ચોપડા, બુક્સ, યુનિફોર્મ, કપડાં, ચપ્પલ અને વાલીઓને તાડપત્રી અને જીવનજરૂરી સામાન વિતરણ કરવામાં આવ્યો હતો
આ પ્રસંગે સંસદશ્રી શારદાબેન પટેલે જણાવ્યું હતુ કે, સમાજના સાથ અને સહકારથી છેવાડના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવી શકાય છે. દરેક નાગરિક તેની સામજિક જવાબદારી સમજી બનતા પ્રયાસ કરવા જોઇએ તેમ સંસદશ્રીએ જણાવ્યું હતું
રાજ્યસભા ના સંસદ જુગલજી લોખંડવાલાએ જણાવ્યું હતું કે સમાજનો વિકાસ એકબીજાના સાથ અને સહાકરથી થાય છે. મહેસાણા જિલ્લામાં આ પ્રકારનુ ઉત્તમ કાર્ય પ્રશંસનીય છે. સી.આઇ.એસ.એસ દ્વારા જરૂરીયાતમંદ બાળકો અને કુટુંબોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે તે અભિંદનને પાત્ર છે
જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતુ કે આ પ્રકારનો કાર્યક્રમ મહેસાણા જિલ્લા માટે ગૌરવપૂર્ણ અવસર છે. નિરાધારને આધાર આપવા માટે સરકાર સાથે સામાજિક સંસ્થાઓ પણ કામ કરી રહી છે.આજે વહીવટીતંત્ર અને સંસ્થાના સહકારથી સરાહનીય કામ થઇ થઇ રહ્યું છે જે પ્રેરણારૂપ છે.
આ પ્રસંગે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,અગ્રણી અંબાલાલ પટેલ,સમાજ સુરક્ષાના અધિકારીઓ,કર્મયોગીઓ,વિષ્ણુંભાઇ સહિત સંસ્થાના હોદ્દેદારો,બાળકો તેમજ કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button