જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્સીયલ સ્કૂલ તથા રક્ષા શક્તિ સ્કૂલ અંતર્ગત શિક્ષકો ની મુંજવણો અને આવનાર સમસ્યાઓ અંગે યોજાઈ બેઠક

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર મુકામે માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં માન. શિક્ષણ રાજ્ય કક્ષા શ્રી પ્રફુલ ભાઇ પાનેસરીયાની ઉપસ્થિતી માં ગુજરાતના તમામ શિક્ષક સંઘો,સંચાલક મંડળો ના હોદેદારો અને શિક્ષણ વિભાગ ના અધિકારીઓની હાજરીમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અનુસંધાને ખૂબ જ વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી જેમાં અનેક વિરોધાભાસ, શિક્ષકો ના મુજવતા સવાલો, શિક્ષકો નુ મહેકમ,હોશિયાર બાળકો ને પ્રાઈવેટ માં આપવા જેવી અનેક બાબતો અંગે ચાર વાગ્યા થી સાત વાગ્યા સુધી વિગતવાર ચર્ચા કરવામાં આવી ચર્ચા ના અંતે સર્વ સંમતિ થી માન. રાવ સાહેબ તથા માન. મંત્રી શ્રી ડીંડોર સાહેબ દ્વારા શ્રી શાહ સાહેબ ના અધ્યક્ષ સ્થાને એક સમિક્ષા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું જેમાં દરેક સંગઠનના એક એક વ્યક્તિને રાખવામાં આવ્યા સમિક્ષા સમિતિ ની બેઠક બુધવારે મળશે અને પછી વારંવાર મળી એક સપ્તાહ માં અહેવાલ તૈયાર કરવામાં આવશે સમિતિ દ્વારા આજની બેઠક માં થયેલ ચર્ચા માં આવેલ પડતર રહેલા બધા સંવર્ગોના પ્રશ્નો સરકારી માધ્યમિક ,સરકારી ઉચ્ચતર માધ્યમિક, ગ્રાન્ટેડ ઉચ્ચતર, આચાર્ય સંવર્ગ, માધ્યમિક ગ્રાન્ટેડ, પ્રાથમિક સરકારી તથા પ્રાથમિક ગ્રાન્ટેડ આ બધા જ સંવર્ગો માંથી જે પ્રશ્નો બાકી રહેલા છે એનું નિરાકરણ અને ગ્રાન્ટ બાબતની વિસંગતતાઓ વિદ્યાર્થીની સંખ્યા બાબતની વિસંગતતાઓ વગેરે અનેક મુદ્દાઓ પર ખૂબ જ ચર્ચાઓ નો ઉકેલ આવે અને અગાઉ માન.મંત્રી શ્રી સાથે થયેલ બેઠક માં નક્કી થયેલ વિષયો ઝડપથી ઉકલે એવો નિર્ણય કરવામાં આવ્યો બુધવારે સાંજે આ બેઠક ફરી સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવશે આજની બેઠક માં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના પ્રાંત અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલ, મહામંત્રી શ્રી મિતેશભાઈ ભટ્ટ, કોષાધ્યક્ષ શ્રી રમેશભાઈ ચૌધરી, પ્રાથમિક સંગઠન મંત્રી શ્રી અરૂણભાઈ જોષી, સહ સંગઠન મંત્રી પરેશ ભાઈ પટેલ, સરકારી માધ્યમિક અધ્યક્ષ મુરજીભાઈ ગઢવી, સરકારી ઉચ્ચતર માધ્યમિક નાં અધ્યક્ષ શ્રી અનિલભાઈ રાઠવા અને મંત્રી રાજેશભાઈ માકડીયા,પ્રાથમિક સંવર્ગ નાં મહામંત્રી અનિરૂદ્ધસિહ સોલંકી, આચાર્ય વિભાગ નાં જીગ્નેશભાઈ પટેલ, સંભાગ સંગઠન મંત્રી શ્રી પરેશ ભાઈ પટેલ પ્રાથમિક ગ્રાન્ટેડ ના મહામંત્રી જગદીશ ભાઈ બારીયા, પ્રહલાદભાઈ ચૌધરી સહિત ના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના હોદેદારો ઉપસ્થિત હતા .
માન.મંત્રી શ્રીઓ તથા અધિકારીશ્રીઓની બેઠક પહેલા સંગઠન ના હોદેદારો એ અલગ જગ્યાએ જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંગે વિસ્તાર પૂર્વક ચર્ચા કરી બેઠક માં ચર્ચા ના મુદ્દા તૈયાર કરી લેખિત સ્વરુપ તૈયાર કરવામાં આવ્યું હતું જેની ચર્ચા મંત્રી/અધિકારીઓ ની બેઠક માં કરવામાં આવી આગામી બુધવારની બેઠક તથા એ પછી ની બેઠક માં પણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ બાબતે પોતાનો મત મકકમ પણે સમિતિ દ્વારા સરકાર સુધી પહોંચાડશે






