
મોરબીમાં શરમજનક ઘટના બની છે. 22 નવેમ્બર 2023ના રોજ, કલાક 20.30 વાગ્યે, કૅપિટલ માર્કેટ શોપિંગ સેન્ટર ખાતે, 21 વર્ષીય દલિત નિલેશે પોતાનો 20 દિવસ કામનો પગાર માંગ્યો એટલે ‘રાણીબા ઍક્સપૉર્ટ ઑફિસ’નાં શેઠાણી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના સાગરિતોએ નિલેશને નિર્દય રીતે માર માર્યો, જ્ઞાતિ સૂચક ગાળો આપી, અને મોઢામાં શેઠાણીએ પોતાનું ચંપલ લેવડાવી માનવ ગૌરવના ભંગનો ગુનો આચરેલ. ફરિયાદી નિલેશ મારઝૂડ બાદ સારવાર માટે હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે પોલીસે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી. ડી. રબારી અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે IPC કલમ-323/ 504/ 506(2)/ 143/ 147/ 149 તથા એટ્રોસિટી એક્ટ કલમ- 3(1)(r)/ 3 (1)(e) હેઠળ FIR નોંધી છે.
પીડિત નિલેશની પીઠનો ફોટો કહે છે કે નિલેશને ઢોર માર મારવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા ત્રણ ટીમો બનાવી છે પણ આરોપીઓ મળી આવ્યા નથી !
થોડાં પ્રશ્નો : [1] આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાને સત્તાપક્ષના નેતા સાથે ગાઢ સંબંધ હોવાથી આવું શરમજનક કૃત્ય કરવાનું દુસ્સાહસ કર્યું હશે? ગરીબ માણસ માટે 20 દિવસનો પગાર એ મોટી બાબત છે, એટલી સમજ પણ શેઠાણીને નહીં હોય? [2] પીડિત નિલેશે માત્ર કામના પૈસા માંગ્યા હતા, છતાં તેની ઉપર નિર્દય અત્યાચાર કરવાનું શું કારણ? શું આ વિકૃત માનસિકતા નથી? સત્તાપક્ષ સાથે સંકળાયેલ લોકો ગોડસેવાદી માનસિકતા ધરાવતા નથી? પીડિત પાસે ચંપલ ચટાવીને માફી મંગાવવાનું કૃત્ય માફ થઈ શકે? માની લઈએ કે વિભૂતિ પટેલને કોઈ ચંપલ ચટાવે તો તે તેને ગમશે? માણસ સાથે માણસ તરીકે નહીં, પરંતુ પશુ જેવો વ્યવહાર કરે તે સામંતવાદી માનસિકતા સૂચવતું નથી? વાઈબ્રન્ટ ગુજરાતમાં આવી ઘટનાઓ બને? જો આવી ઘટનાઓ અટકી શકતી ન હોય તો ડબલ એન્જિનની સરકાર કામની શું? શું ડબલ એન્જિનની સરકારે ‘લેબર લોઝ’ને માળિયે ચડાવી દીધાં નથી? [3] સામાજના નબળા વર્ગના માણસો પર અત્યાચાર કરવો તેમાં કોઈ બહાદુરી નથી, જો અત્યાચારીઓ બહાદુર હતા તો ઘર/ઠેકાણાં છોડીને નાસી કેમ ગયા? [4] પોલીસે ત્રણ ટીમો બનાવી પણ એક પણ આરોપી ઝડપી શકી નથી, એ શું સૂચવે છે? માની લઈએ કે નીલેશે, વિભૂતિ પટેલને લાફો માર્યો હોત તો પોલીસ તરત જ નીલેશને લોકઅપમાં પૂરી દેત કે નહીં? [5] કેટલાંક ગોડસેવાદીઓ દલીલ કરતા હોય છે કે ગુજરાતમાં એટ્રોસિટી એક્ટની જરુર નથી, કેમકે દલિતો ઉપર અત્યાચાર થતો નથી ! પરંતુ આ ઘટના શું સૂચવે છે? [6] મોંઢામાં ચંપલ/બૂટ લેવડાવે તેવી ઘટનાઓ બને ત્યારે કોર્પોરેટ કથાકારો/ મોટા મંદિરોના ગાદીપતિઓ/ વૈષ્ણવ સંપ્રદાય/ સ્વામિનારાયણ સંપ્રદાય/ સ્વાધ્યાય પરિવાર/ બ્રહ્માકુમારી/ દાદા ભગવાન/ વિશ્વ હિન્દુ પરિષદ/ RSSએ ક્યારેય અવાજ ઊઠાવ્યો? આવા કૃત્યોને ક્યારેય વખોડી કાઢ્યાં?
સૌથી મોટો સવાલ એ છે કે શું દલિતો પર અત્યાચાર બંધ થશે ખરો? જ્યાં સુધી ગોડસેવાદીઓ સત્તામાં છે ત્યાં સુધી દલિતો પરના અત્યાચારમાં ઘટાડો થાય તેવી કોઈ શક્યતા નથી ! કેમકે ગોડસેવીદીઓ જાતિની ઉચ્ચ-નિમ્નની શ્રેણી ટકાવી રાખવામાં માને છે; અને તેનું મિથ્યાભિમાન તેમની પાસે માનવ ગૌરવને લજવે તેવા કૃત્યો કરાવે છે !rs [તસ્વીર સૌજન્ય : રાજેશ આંબલિયા/ BBC]

[wptube id="1252022"]





