JUNAGADHKESHOD

કેશોદમાં સ્વ જય બાલસ નાં સ્મરણાર્થે રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ કરવામાં આવ્યો…

કેશોદના ફાગળી બડોદર રોડ પર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્વ જય બાલસ નાં સ્મરણાર્થે રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ ધારાસભ્ય દેવાભાઈ માલમ કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ લાભુબેન પીપલીયા સહિત અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. કેશોદના ક્રિકેટ રમતનાં ઉંચા ગજાના ખેલાડી જય બાલસ નું આકસ્મિક મૃત્યુ થયું હતું સદગતની કાયમી ધોરણે સ્મૃતિ જળવાઈ રહે તે માટે કેશોદ ગૌરક્ષા દળના લાભાર્થે યોજવામાં આવેલ રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ માં એંસી જેટલી ટીમો એ ભાગ લીધો છે. કેશોદના ફાર્મ ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરૂ થયેલી રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ માં વિજેતા ટીમને એકાવન હજાર રૂપિયા ટ્રોફી અને રનર્સ અપ ટીમને પચ્ચીસ હજાર રૂપિયા ટ્રોફી ઉપરાંત મેન ઓફ ધ સીરીઝ ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ બનેલા ખેલાડી ને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સ્વ જય બાલસ નાં સ્મરણાર્થે રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લેનાર ટીમો વચ્ચે રમાનાર રાઉન્ડ માં મેન ઓફ ધ મેચ ની ટ્રોફી આપવામાં આવશે. સ્વ જય બાલસ નાં સ્મરણાર્થે યોજાયેલી રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા હિરાભાઈ સિંધલ,કિશનભાઈ બોરડ, જયદીપસિંહ જાડેજા ઉપરાંત ફાર્મ ક્રિકેટ ગૃપ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ ગૌરક્ષા દળ નાં હોદેદારો કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સ્વ જય બાલસ નાં સ્મરણાર્થે યોજાયેલી રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ માં રાષ્ટ્રગીત ગાઈને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા હળવા મૂડમાં રમત રમી હતી અને બાદમાં પ્રથમ મેચ મહાદેવ ઈલેવન અને નિલકંઠ ઈલેવન વચ્ચે રમાડવામાં આવ્યો હતો.સ્વ જય બાલસ નાં સ્મરણાર્થે યોજાયેલી રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ માં દાતાઓ તરફથી આપવામાં આવનાર આર્થિક સહયોગ મળશે એ તમામ રકમ ગૌરક્ષા દળ દ્વારા ગૌસેવા માં ઉપયોગ કરવામાં આવશે.

બાયલાયન : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button