GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ, 29 હજાર કરતા વધારે અરજીને અમાન્ય

RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. રાજ્યની ખાનગી શાળામાં RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે કુલ 96 હજાર કરતા વધુ અરજીઓ મળી હતી. અરજીમાં 59 હજારથી વધુ અરજીને માન્ય રાખવામાં આવી છે જ્યારે 29 હજાર કરતા વધારે અરજીને અમાન્ય મૂકવામાં આવી હતી. ઉપરાંત 7 હજારથી વધુ અરજીઓની હાલ તપાસ ચાલુ છે.
જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અરજીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. RTE કાયદા હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓએ તેમની કુલ ઉપલબ્ધ બેઠકોના 25 ટકા બેઠક પર આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો ફરજિયાત છે. રાજ્ય સરકાર શૈક્ષણિક વર્ષ 2023-24માં ખાનગી શાળાઓમાં 83 હજાર 326 વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે. ગયા વર્ષે રાજ્ય સરકારે 71 હજાર 396 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button