
તા.૧૩ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
“ઉજવણી ઉજ્જવળ ભવિષ્ય”ની વાતને સાર્થક કરીને આજે શરૂ થયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અન્વયે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના માંડલીક પૂર ગામે પાણી પુરવઠા નિરીક્ષક શ્રી કોમલબેન અડાલજાએ પ્રાથમિક શાળામાં. ધોરણ ૧ ના ૧૮ જેટલા બાળકોનો શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, શાળાની સ્થાપના ૧૯૪૮ માં કરવામાં આવી હતી, આ શાળામાં સાડા ચાર લાખના ખર્ચે ત્રણ સ્માર્ટ ક્લાસ ની સુવિધાઓ છે.
વર્ષ ૨૦૧૭-૧૮ માં શાળામાં ૭૦ જેટલા જ વિદ્યાર્થીઓ હતા પણ છેલ્લા છ વર્ષમાં અનેક માતાપિતાઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં બાળકોને પ્રવેશ અપાવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવાતી સ્કોલરશીપ પરીક્ષામાં શાળાના ૭ બાળકોનો સમાવેશ મેરીટ લીસ્ટમાં કરવામાં આવ્યો છે. કલા ઉત્સવ સ્પર્ધામાં બાળકવિ તરીકે એક વિદ્યાર્થીએ તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન કક્ષાએ શાળાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ શાળાના પટાંગણમાં જ આવેલી આંગણવાડીમાં કુલ ૧૫ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે, જેમાં ૮ કુમાર અને ૭ કન્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે પ્રાથમિક શાળામાં કુલ ૧૮ બાળકોએ પ્રવેશ મેળશ્યો છે, જેમાં ૧૦ કન્યા અને ૮ કુમારની સમાવેશ કરવામાં આવ્યો છે.
શાળામાં પ્રવેશ મેળવનાર બાળકો માટે સૌ પ્રથમ વાર એનિમિયા અને ઉંમર આધારિત શારીરિક-માનસિક વિકાસનો ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેના આધારે ખ્યાલ આવે કે ઉંમર પ્રમાણે બાળકનો વિકાસ થાય છે કે નહીં. આ માટે બાળકોનો હિમોગ્લોબિન ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.આ ટેસ્ટની એન્ટ્રી ટેકો પોર્ટલ પર કરવામાં આવશે જેની એન્ટ્રી સર્વશિક્ષા અભિયાનમાં પણ ઓટોમેટીક જ થઈ જાશે. તમામ બાળકના વાલીઓને હેલ્થ કાર્ડ ઈશ્યું કરવામાં આવશે અને તમામ બાળકોનું દર ત્રણ માસેના અંતરાલ પર તેમનું પરિક્ષણ કરવામાં આવશે. ટેસ્ટના પરિણામના આધારે બાળકોને જરૂરી આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવામાં આવશે.
આ તકે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જનકભાઈ ડોબરીયા, શ્રી સુભાષભાઈ બાંભરોલીયા, તાલુકા પંચાયત શ્રી જીજ્ઞેશભાઈ રાદડિયા, સરપંચશ્રી દક્ષાબેન, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીગણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..