Rajkot: કલેકટર કચેરી ખાતે ચૂંટણી એક્સપેન્ડીચર ઓબ્ઝર્વર શ્રી માધવ ચંદ્ર મિશ્રા તેમજ એ.ઈ.ઓ.ની સમીક્ષા બેઠક યોજાઈ

તા.૧૨/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: આગામી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અન્વયે ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા ખર્ચ પર દેખરેખ રાખવા માટે નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષકશ્રી તેમજ આસિસ્ટન્ટ એક્સપેન્ડીચર ઓબ્ઝર્વર્સની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
આ મિટિંગના પ્રારંભે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન. કે. મુછારે ઉપસ્થિત સૌને આવકાર્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશીએ ચુંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ એક્સપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રી માધબચંદ્ર મિશ્રા નું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું અને ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારની ભૌગોલિક માહિતી આપીને રાજકોટ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મોરબી અને પોરબંદર જિલ્લાના વિધાનસભા મતવિસ્તારો તથા તેમાં આવેલા મતદાન કેન્દ્રોની સંખ્યા અને મતદારોની સંખ્યા, જાતિગત દર, થર્ડ જેન્ડર મતદારો વગેરે વિશે માહિતી આપી હતી.

એક્સપેન્ડીચર ઓબ્ઝર્વર શ્રી મિશ્રાએ ચૂંટણી ફરજો માટે નિયુક્ત કરાયેલા વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરો તેમજ ચુંટણી ફરજ સોંપાયેલ સ્ટાફ, તેમને અપાયેલ તાલીમો, ડી.પી.એ. એક્ટ હેઠળ દૂર કરાયેલ પ્રચાર સામગ્રી, સિ- વિજીલ તેમજ હેલ્પલાઇન પર આવેલ આચારસંહિતા ભંગની ફરિયાદો અને તેના નિવારણ અર્થે કરાયેલી કામગીરી, સુવિધા એપ અંતર્ગત ઉમેદવાર તેમજ પક્ષને વિવિધ મંજૂરીઓ આપવાની કામગીરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની તૈયારી, સ્ટેટિક સર્વેવલન્સ ટીમની સંખ્યા અને સ્થળો તથા જપ્ત થયેલ હથિયારો, દારૂ, નાર્કોટિક્સ સહિતના ગેરકાયદેસર સામાનની માહિતી, આવનાર સે.એ.પી.એફ. કંપનીઓ માટે તૈયાર કરાયેલ વિવિધ વ્યવસ્થા વગેરેની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. અને તમામ વિધાનસભા મતવિસ્તારોમાં થઈ રહેલ ખર્ચ નિરીક્ષણની કામગીરીની સબંધિત મદદનીશ ખર્ચ નિરીક્ષકો પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં ખર્ચના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણે, ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધી, અધિક કલેક્ટર શ્રી ઇલાબેન ચૌહાણ, ડી વાય.એસ પી. શ્રી એસ. એસ. રઘુવંશી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી કે. વી. મોરી, સંબંધિત અન્ય નોડલ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ એક્સપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રી તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને અન્ય અધિકારીશ્રીઓએ સિ-વીજીલ અને ૧૯૫૦ હેલ્પલાઇન ડેસ્ક તેમજ એમ.સી.એમ.સી. કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી.








