GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
શ્રી વઢીયારી પ્રજાપતિ સમાજ મહેસાણા દ્વારા વિધાનસભાની મુલાકાત લીધી.

શ્રી વઢીયારી પ્રજાપતિ સમાજ મહેસાણાની સ્થાપના આજથી ૨૦ વર્ષ પહેલાં એટલે કે તા.૦૪/૦૮/૨૦૦૩ ના રોજ પ્રજાપતિ પરસોતમભાઈ ભારમલભાઈના નેતૃત્વ નીચે થયેલ.પરસોત્તમભાઈ પ્રજાપતિ શ્રી વઢીયારી પ્રજાપતિ સમાજ મહેસાણા સ્થાપક અને પ્રથમ પ્રમુખ હતા.તેઓ અનેકવિધ સામાજીક અને સહકારી એવી રચનાત્મક સેવા પ્રવૃત્તિઓ સાથે કાર્યરત હતા.જેઓનું દુઃખદ અવસાન ગત તા.૨૨-૮-૨૦૨૦ના રોજ થતા સમગ્ર સમાજ અને ખાસ કરીને સમસ્ત કાતરિયા પ્રજાપતિ પરિવાર તેમજ વઢીયારી સમાજ માટે દુઃખદ અને આઘાત જનક હતું.સમાજે એક આશાસ્પદ આગેવાન કાર્યકર ગુમાવ્યાનો ઘણો અફસોસ પણ રહ્યો છે.મંડળના સ્થાપક અને પ્રથમ પ્રમુખ પ્રજાપતિ પરસોત્તમભાઈ ભારમલભાઈ એ મંડળની રચના બાદ પ્રજાપતિ સમાજના વિકાસના અનેક કાર્યો કર્યા હતા.સમાજના હિતને ધ્યાને લીધુ હતું.તેઓના અવસાન બાદ આજ દિન સુધી પ્રજાપતિ સમાજ એમના વિચારોને આગળ ધપાવી રહ્યુ છે.અને સમાજના વિકાસના કાર્યોને વેગવંતુ બનાવવા સહિત અનેક કાર્યો કરી રહ્યા છે.તાજેતર માં ગુજરાત રાજ્ય પૂર્વમંત્રી ઈશ્વરભાઈ મકવાણાના સહિયારા સહકાર થી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પરવાનગી થી મંડળના પ્રમુખ બચુભાઈ એચ.પ્રજાપતિ, મંત્રી પરેશભાઈ એલ.પ્રજાપતિ(વકીલ), હસમુખભાઈ બી. પ્રજાપતિ, પિનાકીનભાઈ જે. પ્રજાપતિ,નિમેષભાઈ જે.ઓઝા સહિત ૫૬ સભ્યોએ ગુજરાત વિધાનસભા ની મુલાકાત તથા ચાલુસત્ર જોવાનો લાભ લીધો હતો. ત્યારબાદ સમાજના વિકાસના કાર્યોની ચર્ચા વિચારણાઓ કરી હતી.

[wptube id="1252022"]





