MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેરમાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત તાલુકાકક્ષાની રસોઈ સ્પર્ધા યોજાઈ

વાંકાનેરમાં પી.એમ.પોષણ યોજના અંતર્ગત તાલુકાકક્ષાની રસોઈ સ્પર્ધા યોજાઈ તાલુકા શાળા નમ્બર ૧ વાંકાનેર ખાતે વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ..

સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત સારામાં સારી વાનગી આપી શકાય તે માટે રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે તેમજ હાલમાં ભોજનમાં બાજરાનો ઉપયોગ ખુબજ ઓછો થઈ ગયો છે ત્યારે બાજરાનો ઉપયોગ લોકો વધુને વધુ કરે અને એમડીએમમાં પણ બાજરાનો ઉપયોગ કરીને કેવી કેવી વાનગી બનાવી શકાય ? એ માટે મામલતદાર કચેરી,મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા અત્રેની વાંકાનેર તાલુકા શાળા ૧ ખાતે પી.એમ.પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશમાં બાજરાના લોટમાંથી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી.

 

કુલ 6 નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વાનગીઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કુલ 600 માર્કમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા પ્રથમ નંબર રમીલાબેન આર ગોસ્વામી 5000/- રૂપિયા દ્વિતીય મયુરિબેન આચાર્ય દ્વીતીય નંબરને 3000/- રૂપિયા અને તૃતીય નંબર છાયાબેન ખરવડ 2000/- રૂપિયાના ચેકથી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા સ્પર્ધામાં વાંકાનેર મામલતદારની ઉપસ્થિતમાં સીડીપીઓ,મુખ્ય સેવિકા, સી.આર.સી. કો.ઓ.,બીઆરસી કો.ઓર્ડીનેટર અધ્યક્ષ એસ.એમ.સી. વગેરે નિર્ણાયક તરીકે તમામ વનગીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કરીને કુલ 600 ગુણમાંથી ગુણ આપ્યા હતા

મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ તેમજ મધ્યાહ્નન ભોજન સંચાલક મંડળના કાર્યકર્તા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન-વ્યવસ્થાપન કિશોરસિંહ ઝાલા, કે.કે.ઝાલા,કોટકભાઈ, પ્રતીક ભાઈ,મકબુલભટ્ટીએ કર્યું હતું.

આગામી તા.28.01.23 ને શનિવારના રોજ જિલ્લાકક્ષાની સ્પર્ધા પણ માધાપરવાડી કન્યા શાળા ખાતે યોજાશે જેમાં તમામ તાલુકાઓમાંથી પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ સ્પર્ધકો ભાગ લેશે.

[wptube id="1252022"]
Back to top button