AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

યુવતી ગર્ભવતી બન્યા પછી લગ્ન કરવાનો ઇન્કાર કર્યો, યુવક સામે બળાત્કારનો ગુનો દાખલ

ઓઢવમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે બે વર્ષ સુધી શારિરીક સબંધ બાંધી યુવતી ગર્ભવતી બન્યા પછી લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે રાજસ્થાનના યુવક સામે બળાત્કારનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે પુરાવા એકઠા કરીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઓઢવ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર, જે.એસ.કંડોરીયાના જણાવ્યા મુજબ ઓઢવ વિસ્તારમાં રહેતી યુવતીએ તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે કે યુવતી જ્યાં નોકરી કરતી હતી ત્યાં બે વર્ષ પહેલા યુવકનો સંપર્ક થયો હતો. એક બીજાને મોબાઇલ નંબર આપ્યા બાદ અવાર-નવાર વાતચીત કરીને યુવકે યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી બાદમાં લગ્નની લાલચ આપીને અવાર-નવાર શારિરીક સબંધ બંધ્યો હતો.

યુવતી ગર્ભવતી બનતાં યુવકે નાટક શરુ કર્યા હતા અને લગ્નની વાત આવે તો પગભર બન્યા પછી લગ્નની વાત કરીને યુવતીનો ગર્ભપાત કરાવ્યો હતો. બાદમાં યુવતી લગ્ન માટે દબાણ કરતી હતી, બાદમાં યુવતીને જાણવા મળ્યુ હતું, યુવક પરિણિત છે અને તેની પત્ની રાજસ્થાનમાં રહે છે. યુવકે પણ યુવતીને કહ્યુ કે તેરે કો જો કરના હે વો કરલે મૈને શાદી કરલી હૈ તેમ કહીને યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેને લઇને આખરે યુવતીએ યુવક સામે ફરિયાદ કરતાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button