
તા.૨૨.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
સમગ્ર દેશ ભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા ઈદુલ ફીત્ર ની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈ હાલોલ નગર ખાતે પણ આજે શનિવાર નાં રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ ફિત્રની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.નગરના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઇદગાહ અને મોહમંદી સ્ટ્રીટ ખાતે આવેલ નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.જ્યારે ઇદગાહ ખાતે હાલોલ જુમ્મા મસ્જિદ નાં ઇમામ સૈયદ ઈલ્યાસ બાપુ દ્વારા નમાઝ અદા કરવામાં હતી.જ્યારે પાવાગઢ રોડ પર આવેલ નૂરાની મસ્જિદ ખાતે પણ મસ્જિદ નાં ઇમામ મૌલાના વસીમ મામજી દ્વારા ઇદની નમાઝ અદા કરવામાં હતી.જ્યારે નગરમાં ઈદુલ ફિત્રને લઇ વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો અને અવનવા પોષાક તેમજ માથા પર સાફા માં સજ્જ જોવા મળ્યા હતા અને રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો અને એક બીજાને ગળે ભેટી શુભેચ્છાઓ પાઠવી હતી અને સમગ્ર વિશ્વમાં એકતા અને ભાઈચારો શાંતિ સ્થાપિત થાય તેને લઈને વિશેષ દુવા કરવામાં આવી હતી.જ્યારે ઇદ ને લઇ પાવાગઢ રોડ પર આવેલ હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતે ત્રણ દિવસીય ઈદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ ઇદ મેળા માં મુસ્લિમ સમુદાયના યુવાનો,યુવતીઓ,મહિલાઓ સહિત નાના ભૂલકાઓ ઇદ મેળા માં ઉમટયા હતા જ્યારે ઇદ પર્વની ઉજવણી ને લઇ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.










