GUJARATMORBIMORBI CITY / TALUKO

Rajkot:પુત્રનો જન્મદિવસ ટી.બી.ના દર્દીઓને પોષણ આહાર કીટ વિતરણ કરી ઉજવતા ડૉ. સમીર દવે

પુત્રનો જન્મદિવસ ટી.બી.ના દર્દીઓને પોષણ આહાર કીટ વિતરણ કરી ઉજવતા ડૉ. સમીર દવે

રાજકોટ તા. ૨૦ ઓકટોબર – પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘ટી.બી. હારેગા, દેશ જીતેગા’ના ટી.બી. મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી રાજકોટ જિલ્લામાં જૂની કલેકટર કચેરી નજીક આવેલ જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર ખાતે જુદા જુદા દાતાઓના સહયોગથી અવારનવાર ટી.બી.ના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણ આહાર કીટનું વિતરણ નિયમિત રીતે કરવામાં આવે છે. તાજેતરમાં રાજકોટ સીવીલ હોસ્પિટલ, પિડિયાટ્રિક વિભાગના ડૉ સમીર દવેના પુત્રના જન્મદિવસ નિમિતે ટી.બી.ના જરૂરીયાતમંદ દર્દીઓને પોષણ આહાર કીટ આપવામાં આવી હતી. અને સમાજમાં ટી.બી.મુક્તિ માટેનો સંદેશો અસરકારક રીતે પ્રસારિત કરાયો હતો.

[wptube id="1252022"]
Back to top button