MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાને૨મા હત્યાના ગુનામાં પકડાયેલ ચાર આરોપીઓને કોર્ટે માથી નિદોર્ષે છુટકારો

મોરબીના વાંકાનેર માં ભુતનાથ મંદિર પાસે આરોપી એ ફરીયાદી ના ઘર પાસે જઈ ફટાકડા ની માંગણી કરતા ફરીયાદીએ ફટાકડાની ના પાડતાં આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢમાર માટેલ અને આરોપીએ ઉસ્કેરાઈ જઈ પોતાના પાસે છરી વડે ફરીયાદીને પેટના ભાગે ઈજા પોહચાડેલ અને ફરીયાદી ની હત્યા કરેલ. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લીધા હતા અને હત્યા નો કેસ મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ચારેય આરોપીઓને નિદોષૅ જાહેર કર્યો છે.તા. ૦૯/૧૧/૨૦૧૮ ના રોજ યુવાનનું મોત થયેલ હતું. જે બનાવ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓ (૧) મોસીન હાજીભાઈ આજાબ (૨) આસીફ ઉર્ફે હુસેન ગુલમામદભાઈ સામતાણી (૩) ઈનાયત ઉર્ફે ઈલુ કાદરભાઈ ફીયત અને (૪) મુનાભાઈ મહમદભાઈ શે૨સીયા ની ધરપકડ કરી હતી. જે કૈસ મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ તરફે મોરબી જીલ્લા ના યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા અને વિવેક કે. વરસડા રોકાયેલ હતા. જેમા આરોપીઓના વકીલે કોર્ટમાં વિવિધ ચુકાદાઓ રજુ કરેલ અને દલીલ કરેલ.

મોરબી ના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબે બંને પક્ષની દલીલો સાંભળી બચાવ પક્ષ ના એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા અને વિવેક કે, વરસડા ની દલીલોને ધ્યાને લઈ આરોપીઓને નિદોષૅ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button