
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
કડાણા તાલુકાના એક ગામની 14 વર્ષીય સગીરાની કુટુંબના યુવક દ્વારા જાતીય સતામણી કરવામાં આવી
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના એક ગામની14 વર્ષીય સગીરાને કુટુંબનો યુવક જ ફિઝિકલી રિલેશન રાખવા માટે દબાણ કરતો હતો આથી ૧૮૧ ટીમ ની મદદ માગી હતી મહીસાગર 181 ટીમ ઘટના સ્થળ પર પહોંચી સગીરાને મળી હકીકત જાણીતો કુટુંબનો યુવક એક મહિનાથી સતાવે છે રસ્તા પરથી નીકળે તો અભદ્ર ઈશારા કરે છે તથા વારંવાર સામે જોયા કરે છે તો સગીરા એ આ વાત કોઈની જણાવી નહીં આથી તેનો ફાયદો ઉઠાવી યુવક સગીરાના ઘરે પહોંચી ગયો હતો સગીરાનો એકલતાનો ફાયદો ઉઠાવી અને સગીરા સ્નાન કરવા બેઠેલા ત્યાં પહોંચી સગીરાને ખોટી રીતના શારીરિક અડપલાં કરી હેરાનગતિ કરેલ તેમજ સગીરાને જણાવેલ કે ઘરમાં ચાલ અને જાતીય સંબંધ બાધવા દબાણ કરેલ જેથી સગીરાએ બૂમો પાડેલ અને ઘરના તથા આજુબાજુના માણસો ભેગા થઈ ગયા આથી તે યુવક ત્યાંથી ભાગી છુટ્યો હતો પછી તે બહાર ગામમાં જતો રહ્યો સગીરાની માતાયુવકના ઘરે જાણ કરવા ગઈ તો યુવકના પત્ની માતા તથા ઘરના અન્ય સભ્યો તેમની સાથે ઝઘડો કર્યો તથા તેમને મારઝૂડ કરી હતી આખરે 181 ટીમની મદદ માગી 181 ટીમ યુવકના ઘર પર જઈ ખાતરી કરી તો યુવક ઘરે હાજર ન હતો તેના પરિવારના અન્ય સભ્યો હતા તેની સાથે વાતચીત કરી તો તે આ વાત પર વિશ્વાસ કરી રહ્યા ન હતા.આથી તેમને સમજાવ્યા કે પોતાની દીકરી સાથે કોઈ આવું કરે તો ગમે તમને તો બીજાની દીકરીને કેમ આવી રીતે હેરાન કરે છે તે યુવક ઘરે આવે તો તમે સમજાવી શકો છો ત્યારબાદ સગીરાને આગળ કાર્યવાહી કરવા માટે કડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તથા સગીરાને જણાવેલ કે ફરીથી કોઈ પણ વ્યક્તિ દ્વારા આ રીતે હેરાનગતિ થાય તો 181 ટીમની મદદ લેવી.