MORBIMORBI CITY / TALUKO

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મારું ‘ઘરનું ઘર’નું સપનું સાકાર થયું

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મારું ‘ઘરનું ઘર’નું સપનું સાકાર થયું

થોડી જગ્યામાં વધુ સભ્યો સાથે રહેવામાં થતી હતી સંકળાશ, હવે આવાસ યોજનાના લાભથી આરામથી રહી શકીએ છીએ-અજયભાઈ પરષોત્તમભાઈ ગેડિયા

૧૨મી મે એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક પરિવારોના ‘ઘરના ઘર’નું લોકાર્પણ.

આ પ્રસંગે ટંકારા ગામમાં રહેતા અજયભાઈ પરષોત્તમભાઈ ગેડિયાની મુલાકાત લેતા જાણવા મળ્યુ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના તેમના પરિવારને ખુબ પચી છે. તેમને હસ્તા મુખે પોતાના ‘ઘરના ઘર’માં ગૃહપ્રવેશ કરી વૃક્ષારોપણ કર્યુ.

તેઓ કહે છે કે, “અમારે ૪૦ વર્ષ જૂનું નળિયાવાળું સંયુક્ત માલિકીનું મકાન હતું. જેમા હું મારા સયુંકત પરિવાર સાથે રહેતો હતો. મારો પરીવાર ખૂબ મોટો છે અને હું એકલો મજૂરી કામ કરી કમાવવાવાળો. મારા લગ્ન થતા આ નાનકડા ઘરમાં વધુ સભ્યોના કારણે રહેવામાં સંકળાશ થતી હતી, મારું પોતાનું કોઇ ઘર હતું નહી અને મારી પાસે એટલી સગવડ પણ હતી નહી કે હું પોતાનું સ્વતંત્ર ઘર બનાવી શકું. કુટુંબના વધુ સભ્યોના કારણે થોડી જગ્યામાં અમને રહેવામાં મુશ્કેલી થતી હતી, એટલે મે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભર્યુ કારણકે હું મારા ‘ઘરના ઘર’માં મારા પરિવાર સાથે આરામથી રહી શકું. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મને મળેલ સહાયથી મારું આ સપનું સાકાર થયું છે જેના માટે હું સરકારનો ખૂબ આભારી છુ, કે મને રહેવા માટેની આટલી સગવડતા પૂરી પાડી. જેથી હું મારા પરિવારની સાથે પૂરતી સગવડતાથી રહી શકીશ અને મારા બાળકોનાં ભણવામાં પણ મોકળાશ રહેશે .”

[wptube id="1252022"]
Back to top button