GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ શહેરના તમામ વોર્ડમાંથી માટીના કળશ એકઠા કરી મુખ્ય અમૃત કળશ તૈયાર કરાયો

તા.૬/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત “માટીને નમન, વીરોને વંદન” કરવા થીમ સાથેની રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત “અમૃત કળશ યાત્રા” ને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ ફ્લેગ ઓફ કરાવીને પ્રસ્થાન કરાવી હતી.

આ તકે મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની ઉજવણી કરાઇ રહી છે. આ સાથે વીર શહીદોની યાદમાં ઠેર ઠેર ‘માટીને નમન, વીરોને વંદન’ થીમ સાથે કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણી દરમિયાન એકઠી થયેલી માટીને કળશમાં મુકીને કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના તમામ વોર્ડમાંથી એકઠી કરાયેલ માટીને મહાનુભાવો દ્વારા મુખ્ય અમૃત કળશમાં એકત્ર કરવામાં આવી છે. આ માટીની સાથે એક વૃક્ષ પણ મોકલવામાં આવશે. આ માટીમાંથી દિલ્લી ખાતે અમૃત વાટીકાનું નિર્માણ કરવામાં આવશે.

આ પ્રસંગે ભુતપૂર્વ મેયર શ્રી પ્રદીપભાઈ ડવ, અગ્રણીશ્રી યોગેન્દ્રસિંહ જાડેજા, ધીરજભાઈ મુંગરા, જયેશભાઈ પંડ્યા, રાજદિપસિંહ જાડેજા, કિશનભાઈ ટીલવા, જયદીપભાઈ કાચા, પરેશભાઈ ઠાકર સહિત લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button