સાધલી ખાતે ડૉ ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતીની ભવ્ય ઊજવણી કરાઈ
આજે 14 એપ્રિલ 2024નાં રોજ ભારતીય સંવિધાન નાં રચયિતા ભારત રત્ન ડો ભીમરાવ આંબેડકર જીની જન્મ જયંતીની સમગ્ર ભારત દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે શિનોર તાલુકાના સાધલી રામદેવ નગર ખાતે ડૉ ભીમરાવ આંબેડકર જીની જન્મ જયંતીની ભારે ઉત્સાહ પૂર્વક ઊજવણી કરવામાં આવી હતી. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે રામદેવ નગર વિસ્તારમાંથી ભવ્ય શોભયાત્રાનું આયોજન કરાયું હતું. 'ડૉ.બાબા સાહેબ આંબેડકર અમર રહો' તેમજ 'જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા.જય ભીમ ના સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું. આ શોભાયાત્રા સમગ્ર સાધલી ગામમાં ફરી હતી.શોભાયાત્રા સાધલી બજારમાં આવતા સરદાર પટેલના નાં સ્ટેચ્યુને સાધલી યુવા સંગઠન દ્વારા ફૂલહાર પહેરાવ્યા હતા. આ કાર્યક્રમમાં જગદીશ પ્રજ્ઞસૂર્ય.કિરણ પરમાર ( સુરત ).કમલેશ પરમાર. રાજુભાઈ પરમાર.સંજય પરમાર. કનુ ભાઈ રોહિત ( માસ્તર ).કનુ ભાઈ પરમાર સહિત નિવૃત્ત કર્મચારીઓ યુવાનો મહિલાઓ બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ રાત્રે ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના નિવૃત્ત કર્મચારીઓ નું સન્માન કરવામાં આવશે. ફૈઝ ખત્રી....શિનોર

[wptube id="1252022"]