JETPURRAJKOT

જેતપુર નવાગઢ નગરપાલિકા તથા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને ફાયર ઓફીસર દ્વારા સંયુકત રીતે ઓદ્યોગીક એકમોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું 

તા.૧૬ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ગેરકાયદેસર એકમો ચલાવનાર આસામીઓ સામે થશે ધોરણસરની કાર્યવાહી

જેતપુર નવાગઢ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ સાડી છાપકામના કારખાનાઓ અને ઈન્ડસ્ટ્રીઓનું નગરપાલિકાના ચીફ ઓફીસર શ્રી પ્રણવ વિજયવર્ગીય તથા ગુજરાત પ્રદુષણ બોર્ડના અધિકારીશ્રીઓ અને રીજીયોનલ ફાયર ઓફીસર ની ટીમો દ્વારા સંયુકત સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા ભોજાધાર વિસ્તારમાં આવેલ રાજલક્ષ્મી પ્રોસેસર્સ નામના એકમનું તેમના યુનીટનું કેમીકલ યુકત પાણી નગરપાલિકાની ભુગર્ભ ગટરમાં સીધી રીતે વહેડાવવામાં આવી રહેલ હોવાનું જણાઈ આવતા નગરપાલિકા અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

શહેરમાં આવેલ ઔઘોગીક એકમોમાં પ્રથમ વખત ફાયર સેફટી, બાંધકામ મંજુરી તેમજ ગંદા પાણી બાબતે જુદી જુદી કચેરીઓ દ્વારા સંયુકત રીતે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર આસામીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે.

[wptube id="1252022"]
Back to top button