
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

મોરબી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ઘણી વખત ક્રાઈમને ફરિયાદ નોંધાતી જ ન હોવાની લોકોમાંથી ફરિયાદ ઉઠે છે. ક્યારેક પોલીસ એફઆઈઆર પોલીસ નોંધવાની બદલે માત્ર અરજીથી જ કામ ચલાવે છે. આ અરજીમાં પોલીસ કોઈ કામ કરતી ન હોવાની પણ બુમરાણ ઉઠે છે. આથી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ લોકોની ફરિયાદ ખુદ સાંભળીને નિરાકરણ માટે સરસ મજાનો ઉપાય કાઢ્યો છે. વિના સંકોચ અને ડર વગર લોકો ફરિયાદ કે રજુઆત કે અરજી કરી શકે તે માટે એસપી ખુદ મેદાને આવ્યા છે અને હવેથી જિલ્લાના તમામ લોકો સપ્તાહના દર મંગળવારે અને શુકવારે ફરિયાદ કે રજુઆત એસપીને રૂબરૂ મળીને કરી શકશે.
[wptube id="1252022"]





