ટંકારામાં વાવાઝોડા સામે જાગૃતિ લાવવા શ્રમયોગી પરિવારની મુલાકાત કરતા શિક્ષિકા

ટંકારામાં વાવાઝોડા સામે જાગૃતિ લાવવા શ્રમયોગી પરિવારની મુલાકાત કરતા શિક્ષિકા
ટંકારા,15 જૂને વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં નુકસાન થવાની શક્યતા છે ત્યારે વાવાઝોડા દરમિયાન અને પહેલાં રાખવાની જાગૃતિ તેમજ વાવાઝોડાની અસરો વિશે લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા જીવતીબેન પીપલીયાએ આજે વહેલી સવારે શ્રમયોગી પરિવાર જ્યાં વસે છે તે વિસ્તારમાં જઈ બિપરજોય વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અનાજ, શાકભાજી, દૂધ, છાશ ઉપરાંત ટોર્ચ, ફાનસ સાથે રાખવા ઉપરાંત બૅટરી સેલ પણ રાખવા જોઈએ. સાથે સાથે સાત દિવસ ચાલી શકે તેટલી ખાદ્યસામગ્રી, દવા અને પાણી સ્ટોર કરી રાખવું જોઈએ. ધાબળા, કપડાં પણ તૈયાર રાખવાં જોઈએ.સમાચારો અને માહિતીથી સતત અપડેટ રહેવું જોઈએ..
અસરગ્રસ્ત વિસ્તારોમાં હોઈએ ત્યારે પહેલી ચેતવણી સમયે જ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી લેવું જોઈએ. તે અંગે વિસ્તૃત માહિતી આપી. શ્રમયોગી પરિવારનાં લોકોને ‘સાવધ રહો, ચિંતા છોડો’ સૂત્ર આપી નિર્ભય કર્યા.