ટંકારા -સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા ચતુર્થ સમૂહ લગ્નોત્સવ દેવકુવર શૈક્ષણિક સંકુલ ખાતે યોજાશે

ટંકારા -સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા ચતુર્થ સમૂહ લગ્નોત્સવ દેવકુવર શૈક્ષણિક સંકુલ ખાતે યોજાશે.
હર્ષદભાઈ કંસારા ટંકારા : શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા ચતુર્થ સમૂહ લગ્નોત્સવ તારીખ 26 ના રોજ દેવકુવર શૈક્ષણિક સંકુલ ખાતે યોજાશે. કંકોત્રી કેલેન્ડર રૂપે છાપીને અનોખી પહેલ કરાયેલ છે. જે બારેમાસ દરેક ઘરોમાં સચવાશે તથા ઉપયોગી બનશે.

શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમાજના વિકાસ નું કાર્ય કરી રહેલ છે. તારીખ 26 જાન્યુઆરી,વસંત પંચમીના રોજ એક જ માંડવે સમૂહ લગ્ન ઉત્સવ યોજાયેલ છે. તેમાં 19 નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે .
તારીખ 26 ના રોજ સવારે સાત વાગ્યે ગણપતિ સ્થાપન, 8:00 વાગે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ વિદ્યાર્થી સત્કાર સમારોહ અને મિલન યોજાશે બપોરના 3:00 વાગ્યે જાન આગમન તથા સામૈયા થશે સાંજે 4:30 વાગ્યે કન્યાદાન 5: 00 વાગ્યે હસ્તમેળાપ યોજાશે. ત્યારબાદ નવદંપતી ને આશીર્વાદ અપાશે. રાત્રિના સાંજના 8:30 કલાકે કન્યા વિદાય યોજાશે
આ સમૂહ લગ્નમાં કન્યાઓને સોનાની તથા ચાંદીની આઈટમો, રસોડા સેટ સહિતની 71 આઈટમો કરિયાવરમાં દાતાઓના સહયોગથી અપાસે. આ લગ્ન ઉત્સવમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન નરેશભાઈ પટેલ ,કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા રાજકોટ, સંસદ સભ્ય મોહનભાઈ કુંડાળિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે બગથળાના નકલંક મંદિર ના મહંત દામજી ભગત તથા સંતો સંતો આશીર્વાદ આપશે.
ચતુર્થ સમૂહ લગ્ન ઉત્સવ માં કાયમી દાતા તથા અન્ય દાતાઓનો સહકાર મળેલ છે. યુવા કમિટી કારોબારી કમિટી તથા મહિલા સમિતિ દ્વારા જહેમત ઉઠાવાઈ રહેલ છે.









