
તા.૯ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાની અનુસૂચિત જાતિ કલ્યાણ પેટા યોજના અમલીકરણની સમિતિની સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં વિવિધ ગ્રામ વિકાસ, કુટીર ઉદ્યોગ, પાક વ્યવસ્થા કૃષિ સંલગ્ન સેવાઓ, પી.જી.વી.સી.એલ, ગ્રામ્ય અને સીટી પાણી પુરવઠો, સામાજિક સેવાઓ, વિકેન્દ્રિત જિલ્લા આયોજન, વન વિભાગ, આઇસીડીએસ, સહકાર, શિક્ષણ, શ્રમ અને રોજગાર સહિતના તમામ વિભાગોની જુલાઈ – ૨૦૨૨ થી ડિસેમ્બર – ૨૦૨૨ની છ માસિક ખર્ચની અને મળેલ ગ્રાન્ટની સમીક્ષા કરવામાં હતી. જિલ્લાના વિકાસ કામો માટેની ગ્રાન્ટ સમય મર્યાદામાં પૂરી કરવાની તાકીદ કલેકટરશ્રીએ કરી હતી. તેમજ સુચારૂ વિકાસ કામો માટે કલેકટરશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન પણ અધિકારીશ્રીઓને પુરૂં પાડવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, નાયબ નિયામક અનુ.જાતિના અધિકારીશ્રી ચંદ્રવદન મિશ્રા, પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રિ નાથજી સહિતના અધિકારીઓ, પદાધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.








