કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આજરોજ કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’નો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રા દરમિયાન લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ મહાનુભાવો હસ્તે કરાયુ હતું.
તેમજ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો વિશે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. ધરતીનું સંરક્ષણ કરવા નાટ્ય કૃતિ અને નાટ્ય પ્રદર્શન દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્ત્વની સમજણ આપવામાં આવી હતી.
ઉપરાંત ઉપસ્થિત સૌ નાગરિકો દ્વારા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.









