DEVBHOOMI DWARKADWARKA

દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ યોજાશે

ફુલડોલ ઉત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

                દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવ યોજાશે. ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી એમ. એ.પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

                આ તકે જિલ્લા કલેકટરશ્રી એમ. એ.પંડ્યાએ જણાવ્યું હતું કે, હોળીના તહેવાર પર બહોળી સંખ્યામાં યાત્રિકો/ પદ યાત્રિકો દ્વારકા મંદિર ખાતે ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શનાર્થે આવતા હોય છે.  આ યાત્રિકોની સુરક્ષા, આરોગ્ય અને સલામતીનું ધ્યાન રાખવું જરૂરી છે.

                ફૂલડોલ ઉત્સવ અંગે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સુચના આપી સુચારુ વ્યવસ્થા અંગે જણાવ્યું હતું.

                આ બેઠકમાં દ્વારકા પ્રાંત અધિકારીશ્રી પાર્થ તલસાણીયા, દ્વારકા ચીફ ઓફિસરશ્રી, મામલતદારશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી જ્યોતિબેન સામાણી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button