
ડી.એન.પી. ઈંગ્લીશ મીડિયમ સ્કૂલની છાત્રાઓ દ્વારા અદભુત કૃતિ રજુ કરાઈ
***
દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રાજકુમારી રૂકમણીજી સત્કાર સમારોહ શોભાયાત્રા યોજાઇ હતી. જેનું સમાપન રૂકમણીજી મંદિર ખાતે થયું હતુ.
રૂકમણી મંદિર ખાતે ડી.એન.પી. ઈંગ્લીશ મીડિયમ સ્કૂલની છાત્રાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારકા અને ઓખામંડળ શક્તિ સંગઠન દ્વારા લગ્નગીત ગાવામાં આવ્યા હતાં. તેમજ મંદિરમાં દર્શન પણ કર્યા હતા.
આ તકે સાંસદ શ્રી પૂનમબેન માડમ, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક તેમજ ધારાસભ્યશ્રી પબુભા માણેક જોડાયા હતા.
[wptube id="1252022"]