DEVBHOOMI DWARKADWARKA

દ્વારકાની નૂતન પરંપરા, વડાપ્રધાનશ્રી આવકારવા ચલાવાયું સ્વચ્છતા અભિયાન

જગત મંદિર, ગોમતી ઘાટ સહિતના વિસ્તારોમાં સઘન સફાઇ કરી ૨૨ ટ્રેક્ટર કચરાનો નિકાલ કરાયો

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ મંદિર ચોકમાં સફાઇ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

***

માહીતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

સ્વચ્છતા અભિયાન ચલાવી વડાપ્રધાનશ્રીને આવકારવાની નૂતન પરંપરા દ્વારકા નગરીએ શરૂ કરી છે. રવિવારે દ્વારકા નગરીમાં પધારી રહેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને થનગની રહેલા દ્વારકાના નગરજનોએ તેમના આગમાન પૂર્વે સઘનતાથી સ્વચ્છતા ઝૂંબેશ ચલાવી સમગ્ર નગરને ચોખ્ખુ ચણાક કરી દીધું છે. ખાસને દ્વારાના જગત મંદિર આસપાસથી માત્ર છેલ્લા બે દિવસમાં ૨૨ ટ્રેક્ટર ભરીને કચરાઓ એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો છે.

 મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નિર્મળ ગુજરાત અભિયાન ૨.૦ હેઠળ સમગ્ર રાજ્યના ધર્મ સ્થાનકો આસપાસ સ્વચ્છતા રાખવા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેનો પડઘો દ્વારકા નગરીમાં પણ ઝીલાયો છે. વળી, આ વખતે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આગમનને સ્વચ્છતા અભિયાન ચલાવીને વધાવવા માટે દ્વારકાના નગરજનોએ કરેલા સંકલ્પને કારણે જગત મંદિર આસપાસ વિશેષ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

વિશેષતઃ પવિત્ર ગોમતી નદીના કિનારે આવેલા ૧૪ ઘાટો સહિત જગત મંદિરના ૫૬ પગથિયા વિસ્તારથી માંડી હાથી ગેટ સુધી સ્વચ્છતાગ્રહીઓ છેલ્લા બે દિવસમાં ૨૨ ટ્રેક્ટર જેટલો કચરો એકત્ર કર્યો હતો અને સમગ્ર પરિસરને સ્વચ્છ, સુંદર બનાવી દીધું હતું. કાલાવડ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી પરાક્રમસિંહ મકવાણાને આ માટે વિશેષ ફરજ સોંપવામાં આવી હતી અને તેમની સાથે સ્વચ્છતાગ્રહીઓ પણ જોડાયા હતા. આ ટીમ દ્વારા બે પાળીમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ નૂતન પરંપરા શરૂ કરવામાં અભિગમમાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી પણ જોડાયા હતા. જગત મંદિરના ચોકમાં તેમણે સફાઇ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. તેમની સાથે અધિકારીઓ અને મહાનુભાવો પણ જોડાયા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button