DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

ચોમાસાને સંલગ્ન જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા અધિકારીશ્રીઓને સૂચના અપાઈ

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયાના અધ્યક્ષ સ્થાને વર્ષાઋતુ -૨૦૨૪ પ્રી-મોનસુન કામગીરી અંગેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

        આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રીએ તળાવોની સફાઈ, વિવિધ વોકળા- નદીપટની સફાઈ, વોર્ડ કે તાલુકા અનુસાર રેસ્ક્યુ ટીમ બનાવવી, અગમચેતીના સંદેશા પહોંચાડવા માટેની નેટવર્કિંગ સિસ્ટમ, કંટ્રોલ રૂમમાં ફરજ સોંપણીના હુકમ તૈયાર કરવા,  દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોની યાદી તૈયાર કરવી, અગરિયા, તરવૈયા સ્થળાંતર માટેના વાહનો અને આશ્રય સ્થળોની વ્યવસ્થા, પીવાનું પાણી, દવાની વ્યવસ્થા, વરસાદી પાણીનો નિકાલ, પશુઓ માટે રસીકરણ અને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા સહિતની બાબતો પર વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી.

        આ ઉપરાંત, ડેમ-કેનાલના દરવાજાની ચકાસણી અને સફાઈ, જરૂરી સ્થળો પર વાયરલેસ નેટવર્ક ગોઠવવા, તાલુકા કક્ષાએ 24*7 કંટ્રોલ યુનિટ સેટઅપ, કોઝવે પર સાઈન માર્ક કરવા, વૈકલ્પિક રસ્તાઓની યાદી, વીજળીના તૂટેલા તાર, જોખમી વીજ પોલ નિકાલની કામગીરી, અનાજ પુરવઠાની જાળવણી, આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલોમાં સાધનો, દવાઓ, રસીનો પૂરતો સ્ટોક પહોંચાડવા,રોગચાળો ફેલાતો અટકાવવા જંતુનાશક દવાઓના જથ્થા, પશુઓનું રસીકરણ કરવું,  જિલ્લા કંટ્રોલ રૂમ સાથે તમામ વિભાગોનું સંકલન બની રહે જેવા વિવિધ મુદ્દાઓ ઉપર નિવાસી અધિક કલેકટરશ્રીએ ચર્ચા કરી હતી અને પ્રિ-મોન્સૂન અને પોસ્ટ મોનસૂન કામગીરીમાં કોઈપણ રીતે કચાસ ના રહે, કોઈ જાનહાનિ ના થાય તે માટે સર્વેને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

        આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એમ.પરમાર, ખંભાળિયા પ્રાંત અધિકારીશ્રી કે.કે.કરમટા તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button