
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
યોગ તાલીમમાં સરપંચશ્રી ,સ્વચ્છતાગ્રાહી અને ગ્રામજનો જોડાયાઃ
૨૧મી જુનની વૈશ્વિક ઉજવણી ભારત સહિત સમગ્ર વિશ્વમાં થનાર છે.જેના જન જાગૃતી સંદર્ભે નવસારી જિલ્લાની ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગામના અમૃત સરોવર ખાતે વહેલી સવારે યોગ તાલીમ હેઠળ યોગાતાલીમ રાખવામાં આવેલ હતો. વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન યોજના દ્વારા જિલ્લાનાં છ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિર્માણ પામેલા ૭૧ અમૃત સરોવર પર આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની જનજાગૃતિ અર્થે તમામ સરોવર પર પ્રભાત ફેરી યોજી સાથે યોગ તાલીમમાં ગ્રામજનો ઉત્સાહપૂર્વકજોડાયા હતા .
આ જન જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિધાર્થીઓ,ગ્રામજનો,સરપંચશ્રી , સ્વચ્છતાગ્રાહી અને તાલુકાના કર્મચારી યોગમય બન્યા હતા
[wptube id="1252022"]



