DEVBHOOMI DWARKADWARKA

Devbhoomi Dwarka : દેવભૂમિ દ્વારકા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવરાત્રી મેળો ખુલ્લો મુકાયો

તા. ૧૪ઓક્ટોબર સુધી યોજાશે નવરાત્રી મેળો

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલ આંતરિક શક્તિ ને ઉજાગર કરી આર્થિક બાબતે આત્મનિર્ભર બને અને પોતાના પગભર ઉભા થઈ જુદા જુદા વ્યવસાયથી  રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરી તેમના સ્વસહાય જૂથો બનાવી તેમને તાલીમ ક્ષમતાવર્ધન અને માર્કેટિંગ સહકાર પૂરો પાડવા સમગ્ર દેશમાં દિન દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અમલીકરણ હેઠળ છે.

        વર્ષમાં શ્રાવણ માસથી વિવિધ તહેવારો ની શરૂઆત થાય છે ત્યારે નવરાત્રી પર્વ ને અનુલક્ષમાં ચણીયા ચોલી, ઈમિટેશન, જવેલરી, દાંડીયા, કુર્તી, ગરબા, દીવડા જેવી નવરાત્રીને અનુરૂપ ચીજ-વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી મેળાનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દેવભૂમિ દ્રારકા  દ્રારા યોગ કેન્દ્ર હોલ, નગરપાલિકા કચેરી પાસે, ખંભાલીયા  ખાતે કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મેળો તારીખ ૧૪ ઓક્ટોબર સુધી યોજવામાં આવેલ છે. ગ્રામ્ય અને શહેરી કક્ષાએ સ્વ સહાય જૂથ ના બહેનો દ્રારા ઉત્પાદિત તેમજ વેચવામાં આવતી વિવિધવસ્તુઓનું વેચાણ બહેનો દ્વારા કરવામાં આવનાર છે. આ મેળો સવારના ૧૦.૦૦ કલાકે થી રાત્રીના ૦૮.૦૦ કલાક સુધી ખુલ્લો રહેશે. આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. જે. જાડેજા દ્વારા સર્વે લોકો ને મેળાની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button