કલ્યાણપુર તાલુકાના પિંડારા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કરાયું

અંદાજિત રૂ. ૯૩.૦૬ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બનશે બિલ્ડીંગ
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
કલ્યાણપુર તાલુકાના પિંડારા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. ૯૩.૦૬ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે.
આ તકે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી નથુભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ આરોગ્ય સુવિધા માટે દૂર સુધી જવું નહિં પડે. અંદાજિત રૂ. ૯૩.૦૬ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બિલ્ડીંગ બનાવવામાં આવશે.
વધુમાં જણાવ્યું કે, જે ગ્રામજનોએ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી હોય તેઓએ વહેલી તકે આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા. અહીં બનનારા બિલ્ડીંગની જવાબદારી આપણા સૌ લોકોની છે. અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગના તમામ સ્ટાફે કાળજી રાખવી.
આ તકે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનશ્રી જગાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, પહેલા લોકોએ સારવાર માટે દૂર સુધી જવું પડતું હતું. હવે અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડીંગ બનવા જઇ રહ્યું છે જેથી માત્ર આ ગામના જ લોકોને નહીં પણ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ સારવાર માટે દૂર નહીં જવું પડે.
આ તકે જિલ્લા અગ્રણીશ્રી વી.ડી. મોરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મિતેષ ભંડેરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવોનું શ્રીમદ્ ભાગવત ગીતા અર્પણ કરી સ્વાગત કર્યું હતું.
આ તકે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સંજયભાઈ નકુમ, આગેવાનશ્રી નગાભાઇ ગાધેર, તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.









