DEVBHOOMI DWARKADWARKA
દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે માનવસાંકળ બનાવી અચૂક મતદાન કરવાનો સંદેશો અપાયો

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪મા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહત્તમ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરી લોકશાહીના મહાપર્વમા સહભાગી બને તે માટે નોડલ ઓફિસર સ્વીપ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી મધુબેન ભટ્ટના દિશાદર્શનમાં અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસન સ્થળ શિવરાજપુર બીચ ખાતે દ્વારકા તાલુકાના શિક્ષકો દ્વારા માનવ સાંકળ બનાવી લોકશાહીના અવસરમાં અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં પર્યટકો પણ જોડાયા હતા.

[wptube id="1252022"]








