DEVBHOOMI DWARKADWARKA
ચૂંટણી આયોગની સૂચના અનુસાર ચૂંટણી પ્રચાર દરમિયાન ધર્મ કે જાતિના નામે મત માંગી શકાશે નહિ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ગુજરાતભરમાં તા.૦૭ મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. જે અન્વયે ચૂંટણી પંચ દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર અમુક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જે મુજબ ચૂંટણી એક બિનસાંપ્રદાયિક પ્રક્રિયા હોવાથી ચૂંટેલા ઉમેદવારની કાર્યશૈલી પણ બિનસાંપ્રદાયિક હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ ધર્મના નામે ચૂંટણી પ્રચાર કરી શકશે નહિ. ચૂંટણીમાં ઉમેદવારો અથવા તેના પ્રતિનિધિ ચૂંટણી પ્રચાર દરમિયાન ધર્મ કે જાતિ વગેરે ના નામે મત માંગી શકે નહિ. જેની તમામ રાજકીય પક્ષો, ઉમેદવારોએ નોંધ લેવાની રહે છે, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]








