તાલુકા પંચાયત કલ્યાણપુર ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતી સેમિનાર યોજાયો

તાલુકા પંચાયત કલ્યાણપુર ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ–૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતી સેમિનાર યોજાયો
***
મહિલા અને બાળ વિકાસ વિભાગના સૂત્ર “TOWARDS A NEW DAWN” એટલે કે “એક નવા સમાજની રચના તરફ” પ્રયાણ કરવાનું આહવાન કરાયું
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
મહિલાઓને કામકાજના સ્થળે થતાં જાતીય સતામણીના અંગે જાગૃતતા કેળવાઇ તે હેતુથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઇ.સી.ડી.એસ.શાખા તાલુકા પંચાયત-કલ્યાણપુરના સંકલનથી તાલુકા પંચાયત કલ્યાણપુર ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે મદદનીશ સરકારી વકીલશ્રી અલ્પેશભાઇ પરમાર દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં કાયદાની અલગ અલગ જોગવાઇઓ તથા કાયદામાં સમાવિષ્ટ કલમો વિશે વિસ્તૃત માહિતી આપી મહિલાઓને પોતાના હક્કો વિશે માહિતગાર કર્યા હતા. ઉપરાંત સમગ્ર દેશમાં મહિલા અને બાળ મંત્રાલય અંતર્ગત કાર્યરત SHE-BOXની કામગીરી વિશે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તેમજ SHE-BOX દ્રારા કોઇ પણ જાતિય શોષણથી પિડીત મહિલા પોતાની ફરીયાદ આ પોર્ટલ દ્રારા કોઇ પણ જગ્યાએથી દાખલ કરાવી શકશે તથા તમામ વિગતો ગુપ્ત રાખવામાં આવે છે અને SHE-BOX પોર્ટલની વેબસાઇટ www.shebox.nic.inનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતું..
આ તકે દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી પ્રફુલ જાદવે જણાવ્યું હતું કે, કાયદાની જોગવાઇઓને આધિન ફરીયાદ કરવા માટે આંતરિક અને સ્થાનિક સમિતિઓ છે. કોઇ પણ જાતિય સતામણી/શોષણથી પિડીત મહિલાએ જિલ્લાની સ્થાનિક સમિતિ જેના સભ્ય સચિવ જિલ્લા મહિલા અને બાળ અધિકારી છે તેમને ફરીયાદ કરવા માટે તથા તેમની કચેરી પર સંપર્ક કરવા જણાવ્યું હતું. ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ને અંતર્ગત કાયદાની જોગવાઇઓ તથા કલમો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગનું સૂત્ર “TOWARDS A NEW DAWN” એટલે કે “એક નવા સમાજની રચના તરફ” પ્રયાણ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું.
આ તકે કાર્યક્રમાં તાલુકા પંચાયત,કલ્યાણપુર કારોબારી સમિતિના ચેરમેનશ્રી પુષ્પાબેન પરમાર, તાલુકા વિકાસ અધિકારી, કલ્યાણપુર શ્રી ડી.એન. ડગરા સહિત બહોળી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.









