BHANVADDEVBHOOMI DWARKA
ભાણવડ તાલુકાના ગુંદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓનો નિદાન કેમ્પ યોજાયો

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
ભાણવડ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – ગુંદા ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત પી.એચ.સી.ના હેઠળના કુલ ૧૧ ગામના ૩૦ સગર્ભા બહેનોનો નિદાન કેમ્પ યોજાયો હતો. નિદાન કેમ્પમાં ખંભાળિયાના જનરલ હોસ્પિટલના ડોક્ટર શ્રી ડો.વિવેક વિઠલાણી અને એમની ટીમ દ્વારા તપાસ કરવામા આવી હતી. તેમજ દરેક બહેનોના ૭ પ્રકાર ના લેબોરેટરી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. લોહીની ઉણપ ધરાવતા ૬ બહેનોને લોહીની ઉણપ દૂર કરવા માટે આયન સુક્રોઝના પાઈન્ટ ચડાવવામાં આવ્યા હતા. આ તપાસ માટે મહિલાઓને આવવા જવા માટે સાધનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પી.એચ.સી.ગુંદાના સ્ટાફે આ અભિયાન સફળ બનાવ્યું હતું. સફળ અભિયાન બનાવવા બદલ સ્ટાફને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા.

[wptube id="1252022"]








