DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આંગણવાડીઓમાં કાનુડા ઉત્સવ” અંતર્ગત વેશભૂષા સ્પર્ધા યોજાઇ

"કાનુડો ઉત્સવ" અંતર્ગત બાળકો વચ્ચે વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી.

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

આગામી તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનશ્રી  નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. ત્યારે જિલ્લાની તમામ આંગણવાડીમાં ભગવાન શ્રીકૃષ્ણની  થીમ પર “કાનુડા ઉત્સવ” અંતર્ગત વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી.

જિલ્લાની તમામ ૬૯૧ આંગણવાડી, ૨૮ સેજા અને ૬ ઘટક કચેરી પર “કાનુડો ઉત્સવ” અંતર્ગત બાળકો વચ્ચે વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી.

તમામ ૬૯૧ આંગણવાડીમાં પ્રથમ ક્રમાંકે  વિજેતા બાળકને આંગણવાડી કક્ષાએ, સેજા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા.  તેમજ  આઈ.સી.ડી.એસની આગવી ઓળખ સમા “પોષણ” ને  રાખીને  આંગણવાડીના બાળકોને “પોષણ-લાડુ” પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button