DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહનું ૯૫.૦૩ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું ૮૬.૪૬ ટકા પરિણામ

વર્ષ ૨૦૨૩ના પરિણામની સાપેક્ષમાં વર્ષ ૨૦૨૪માં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં ૧૪.૧૩ ટકા અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ૧૫.૪૨ ટકાનો વધારો

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન/સામાન્ય પ્રવાહનું આજરોજ (તા. ૦૯/૦૫/૨૦૨૪) પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ

        ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાનાં કુલ ૩૪૭ છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાંથી  ૩૦૦ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જેમાં  A1 – ૦, A2 – ૨૦, B1 – ૫૮, B2 – ૭૬, C1 – ૮૬, C2 – ૫૦ વિદ્યાર્થીઓએ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે.  નોંધનીય છે કે વર્ષ ૨૦૨૩માં જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૭૧.૦૫ ટકા નોંધાયું હતું. વર્ષ ૨૦૨૩ની સાપેક્ષમાં પરિણામમાં ૧૫.૪૨ ટકાનો વધારો થયો છે.

        જ્યારે જિલ્લામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૫.૦૩ ટકા આવ્યુ છે.જિલ્લાનાં કુલ ૩૫૧૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૩૩૪૩ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જેમાં A1 – ૨૩, A2 – ૫૧૯, B1- ૯૩૯, B2 – ૯૮૭, C1- ૬૩૦, C2 – ૨૨૭,  વિદ્યાર્થીઓએ ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૩માં જિલ્લાનું પરિણામ ૮૦.૯૦ ટકા નોંધાયું હતું. વર્ષ ૨૦૨૩ની સાપેક્ષમાં પરિણામમાં ૧૪.૧૩ ટકાનો વધારો થયો છે.

        તમામ છાત્રોને જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણાધિકારીની કચેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button