ગુરગઢ દરગાહના બે મુંજાવરોની ધતિંગલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા”, વિજ્ઞાન જાથાનો ૧૨૪૬ મો સફળ પર્દાફાશ.
દેવભૂમિ ધ્વારકા જિલ્લામાં ૨૫ વર્ષથી ચાલતી કપટલીલાનો પર્દાફાશ કરતું જાથા

બંને મુંજાવરોએ કબુલાતનામુ આપી કાયમી ધંતિગલીલા બંધની કરી જાહેરાત,
મુંજાવર હાજીબાપુ અને બસીરબાપુએ માફી માંગી દોરા-ધાગા બંધની જાહેરાત.
મંત્રેલુ પાણી, ભભૂતી,જુવારના દાણા, લાલ-લીલા-કાળા દોરા, તાવીજ જપ્ત કરતું જાથા
બસીરબાપુ પોતે દર્દી નીકળ્યો બીજાની જીંદગી સાથે ખિલવાડ કરતો હતો. દરગાહમાં જોવડાવવા આવતા લોકોમાં હિન્દુનું પ્રમાણ સવિશેષ જોવા મળ્યું.
જિલ્લા પોલીસ વડા, કલ્યાણપુર પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી.
અમદાવાદ:- દેવભૂમિ ધ્વારકા જિલ્લામાં રાણ-નવાગામ પાસે ગાગા ગુરગઢ દરગાહમાં મુંજાવર હાજીબાપુ અને બસીરબાપુ ની ૨૫ વર્ષથી ચાલતી દોરા-ધાગા,ભભૂતી, મંત્રેલું પાણી આપી રોગ મટાડવાની ધતિંગલીલા ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કલ્યાણપુર પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૪૬ મો સફળ પર્દાફાશ કર્યો હતો. બંને મુંજાવરોએ કબુલાતનામુ આપી કાયમી કપટલીલા બંધની જાહેરાત કરી લોકોની માફી માંગી લીધી છે.
બનાવની વિગત પ્રમાણે મુસ્લિમ પ્રતિનિધમંડળ રાજકોટ સ્થિત વિજ્ઞાન જાથાના કાર્યાલયે રૂબરૂ આવી માહિતી આપી તેમાં કલ્યાણપુર તાલુકાના ભાટીયા પાસેના ગુરગઢમાં જલાલશા પીરની દરગાહ આવેલી છે. દર શુક્રવારે વારા ફરતી રીતે હાજીબાપુ સદરમીયા બુખારી અને બસીર ઉસ્માનભાઈ બુખારી દરગાહની આડમાં છેલ્લાં ૨૫ વર્ષથી દોરા-ધાગા, રોગ મટાડવા, ભભૂતી, લાલ-લીલા-કાળા દોરા આપવા મંત્રેલુ પાણી, દુ:ખી લોકોની સમસ્યાઓનું નિરાકરણ નું કામ કરે છે. વાસ્તવમાં આ બધુ ધતિંગ માનવ જીંદગી સાથે ખિલવાડ કરે છે. બંને મુંજાવરોને તગડી રકમની કમાણી આવતી હોય આર્થિક સધ્ધર થઈ જવાના કારણે અમારું માનતા નથી. નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. સિકકા ગામની એક છોકરીનું મોત મોડી સારવાર કરવાથી થયું છે તેવું જાણવા મળ્યું છે. બસીરબાપુ પોતે ડાયાબીટીસ બીપીના દર્દી છે તે રાજકોટ જલારામ હોસ્પીટલમાં નિયમિત સારવાર કરી દવા કરે છે. બીજા દર્દીઓને સાજા કરવાનું નાટક કરી દરગાહ ઉપર પાણીનો શીશો ફેરવી તેમાં ભભૂતી નાખી સાજા કરવાનું તર્કટ કરે છે. મેડિકલ સારવામાં અવરોધ નું કામ કરે છે. અમુકને પશુબલી કરવી પડશે, ન્યાજના નામે રૂા. ૧૦,૦૦૦/- થી ૫૦,૦૦૦/- નો ખર્ચ કરાવે છે. પીડીત લોકોની આર્થીક સ્થિતી પ્રમાણે રૂપિયા પડાવે છે. જોવડાવવા આવેલા લોકો દાન પેટીમાં રકમ નાખે છે તેનો ઉપભોગ બંને
મુંજાવરો કરે છે. કામ ધંધો કરતા નથી. દરગાહની આવક છે. દોરા-ધાગા, તાવીજ કમાણીનું સાધન બનાવી દીધું છે. મુસ્લિમ સમાજનો ટેકો નથી. કુરાનમાં અંધશ્રધ્ધા મનાઈ ફરમાવી છે. ધર્મ વિરૂધ્ધ બંને સેવા-પૂજાના નામે લોકો સાથે છેતરપીંડી કરી ભાવનાઓ સાથે ખિલવાડ કરે છે તે બંધ કરાવવા જાથામાં રૂબરૂ રજુઆત છે. પુરાવામાં જોવાનું તર્કટ નો વિડિયો રજુ કર્યો હતો. દર્દીને સારુ થતુ નથી. હિન્દુઓ વધુ આવે છે. રીક્ષા-ટેમ્પોવાળાનો ધંધો ચાલે છે.
વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ માહિતી ના આધારે ખરાઈ કરવા છેલ્લા બે માસથી પુરાવા એકત્ર કર્યા જરૂર લાગે તો ફરિયાદી-સાક્ષીઓની નામાવિલ તૈયાર રાખી અને દરગાહની આડમાં લોકો સાથે આર્થિક છેતરપીંડી, જીંદગી સાથે ખિલવાડ હોવાની હકિકત આવતા પર્દાફાશ કરવાનું મન મનાવી લીધુ.
જાથાના પંડયાએ મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ ગૃહ, પોલીસ મહાનિર્દેશક, આઈ.જી.પી. જિલ્લા પોલીસવડા, કલેકટર સહિતને પત્ર પાઠવી બંને મુંજાવરોના પર્દાફાશ માટે કલ્યાણપુર પોલીસ સ્ટેશનના સ્ટાફની માંગણી કરી વિગત આપી. જાથાની રજુઆતના પગલે પોલીસ તંત્રે ભાટીયા આઉટ પોલીસ ચોકી સહિત સ્ટેશનનો પોલીસ સ્ટાફ ફાળવી દીધો.
રાજકોટથી જાથાના જયંત પંડયા વડપણ હેઠળ ગુલાબસિંહ ચૌહાણ, રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, દિલીપભાઈ ગોહેલ, જયશ્રીબેન, ભાનુબેન ગોહિલ ભાણવડથી રમેશભાઈ મારૂ, નિલેશભાઈ સગર, સ્થાનીક કાર્યકરોને સુચના મોકલી પર્દાફાશ માટે રવાના થયાં.
જાથા સૌ પ્રથમ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. યુ.બી. અખેડ મેડમ ને રૂબરૂ મળી સમગ્ર હકિકતની વાત કરી તેમણે જિલ્લા પોલીસ વડા સાથે વાત કરી લીધી. પર્દાફાશમાં હેડ કોન્સ્ટે. હરદાસભાઈ ભિખાભાઈ ચાવડા, હેડ કોન્સ્ટે. મયુરભાઈ ખીમાભાઈ ગોજીયા, પો. કોન્સ્ટે. ભાયલાલભાઈ કેવલભાઈ રાઠોડ, પો. કોન્સ્ટે. મીનાબા વિક્રમસિંહ જાડેજા, ભાટીયા આઉટ પોલીસ ચોકીનો સ્ટાફ ફાળવી દીધો.
ભાટીયા થી પોલીસ વાન સહિત ત્રણ વાહનો ગુરગઢ દરગાહ સ્થળે પહોંચતા આશરે ૨૦૦ થી વધુ પીડીતો મુંજાવર બસીરબાપુ પાસે જોવડાવવા બેઠા હતાં. દરગાહ પાસે બેઠેલા બાપુ પાસે પહોંચી પરિચય આપી પાણી, દોરા-ધાગા કાયમી બંધ કરાવવા આવ્યા છીએ. તેવી વાત કરી. બાપુ પાસે મેડિકલ લાયસન્સ માંગ્યું બાપુને પૂછયું નમાજ-રોઝા કરો છો. ઈમાન-મુજમલ, ઈમા-મુફતલ આવડે છે. દરગાહમાં મહિલાને ઉપચાર થાય છે. તેને હાથ કેમ ફેરવો છો, તાવીજ, પાણીના શીશા, લાલ-લીલા-કાળા દોરા, ભભૂતી મોટી માત્રામાં દરગાહની બાજુમાં અને દાન પેટીમાં લોકો રૂપિયા નાખે છે. જાથાના માણસો જોવડાવવા બેઠા છે રૂપિયા ખિસ્સામાં નાંખો છો તે ફોટા છે. પોલીસ સ્ટાફ આજુબાજુ હતો. જોવડાવવા આવેલા સ્તબ્ધ થઈ ગયાં બસીરબાપુ બોલી શકતા ન હતાં. જાથાએ હિંમત આપવી પડી. તેની દિકરી આવી બોલી બાપુ હદયરોગના દર્દી છે. ડાયાબીટીસ બીપી છે. બાપુ બધા વચ્ચે ઉઘાડા પડી ગયાં. કાયમી જોવાનું બંધ કરી સેવા-પૂજા કરીશ. દોરા-ધાગાનો સામાન લઈ પોલીસ સ્ટેશનને જવાનું છે. ખરે સમયે પીરની દરગાહે બાપુને મદદ ન કરી. બાપુનુ શરીર કામ કરતુ ન હતું. બોલવામાં થોથરાતા હતાં. જાથાએ બાપુને વારંવાર હિંમત આપવી પડી. જોવડાવવા આવેલાએ પરિસ્થિતી પામી દરગાહમાંથી ચાલતી પકડી રવાના થયાં. બાપુની મદદે કોઈ ન આવ્યું. રીક્ષા-ટેમ્પોનો ધંધો સારો ચાલતો હતો. બાપુને ગાડીમાં બેસાડી ભાટીયા આઉટ પોસ્ટમાં લઈ જવામાં આવ્યાં ત્યાંથી કલ્યાણપુર પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યાં. રસ્તામાં હેડ કોન્સ્ટે. મયુરભાઈ ગોજીયાએ હાજીબાપુ ને પોલીસ સ્ટેશનને હાજર રહેવાનો સંદેશો આપ્યો. હાજી સદરમીયાને પરિસ્થિતીનો ખ્યાલ આવી ગયો હતો.
જાથાના જયંત પંડયાએ બંને મુંજાવરો હાજીબાપુ અને બસીરબાપુને કાયદાકીય વાત કરી. મંત્રેલુ પાણી તેમાં ભભૂતી કેમ નાખો છો. બિમારને સારવાર મોડી મળશે. મોતને ભેટે જવાબદાર કોણ? દરગાહમાં બુખાર-તાવ આવેલા બેનને શું ઉપચાર કરો છો ? બંને બાપુ પરિસ્થિતી પામી જાથાને ઘુંટણીયે પડી માફી માંગી કાયમી બંધ કરવાની ખાત્રી આપતા હતાં. બસીરબાપુ પોતે દવા કરાવે બીજાને મંત્રેલુ પાણી આપે મશ્કરી કરતાં હતા. ભુલ છે. અમો રોજગારી માટે રૂપિયા મળે છે તેથી દોરા-ધાગા, તાવીજ આપીએ છીએ. દરગાહ માં આવેલા કોઈએ તેમને મદદ કરી ન હતી. અને રૂપિયા કમાવવાનું તર્કટ સાબીત થયુ હતું.
કબુલાતનામા માં હું બસીર ઉસ્માનભાઈ બુખારી રહે, ધ્વારકા અને હાજીભાઈ સદરમીયા બુખારી રહે. ગાગા ગુરગઢ છેલ્લાં પચ્ચીસ વર્ષથી દરગાહની આડમાં સેવા-પૂજા સાથે દોરા-ધાગા જોવાનું મંત્રેલુ પાણી આપવું, તાવીજ, ભસ્મ આપવાનું કામ કરીએ છીએ, બિમાર લોકો ઉપચાર માટે આવે છે. આજથી દરગાહમાં તમામ પ્રકારના ધતિંગ-કપટલીલા બંધની જાહેરાત કરીએ છીએ. લોકોની માફી માંગી કાયમી બંધની જાહેરાત કરીએ છીએ. જાહેરમાં માફી માંગતા સમગ્ર મામલો થાળે પડયો હતો.
જાથાએ દરગાહમાં ચાલતી ૨૫ વર્ષની ધતિંગ લીલા કાયમી બંધ કરાવતા અસંખ્ય લોકો રૂબરૂ આવી અભિનંદન આપ્યાં હતાં. મુસ્લિમ આગેવાનોએ દરગાહમાં મહિલાને પ્રવેશ નથી. હાથ ફેરવવું પાપ છે. નમાજ-રોઝા પહેલા હોય છે. બંને મુંજાવરો ખોટા છે તેવો અભિપ્રાય આપ્યો હતો. જાથા સાથે છીએ તેવી વાત કરી હતી. બંને બાપુને મુશ્કેલીના સમયે પીરે મદદ ન કરતા અફસોસ વ્યકત કર્યો હતો. પોલીસે કાયદાની ભાષા વાપરી સમજ આપી હતી.
જાથાએ જિલ્લા પોલીસ વડા નિતેષ પાન્ડેયની પ્રશંસા કરી હતી જિલ્લા કન્ટ્રોલ રૂમ, એલ.આઈ.બી. કલ્યાણપુર પોલીસ સ્ટેશન નો વિશેષ આભાર માન્યો હતો, પર્દાફાશમાં જોડાયેલા પોલીસ સ્ટાફની ઉત્તમ કામગીરીને ધ્યાને રાખી રાજય સરકારને સરાહનાની જાણ થશે..
જાથાએ ૧૨૪૬ મો પર્દાફાશ કર્યો તેમાં ગુલાબસિંહ ચૌહાણ, રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, ભાનુબેન ગોહિલ, રમેશભાઈ મારૂ, નિલેશ સગર, સ્થાનિક કાર્યકરોએ ઉત્તમ કામગીરી કરી હતી. પોલીસ સ્ટાફમાં પી.એસ.આઈ. યુ.બી. અખેડ, હેડ કોન્સ્ટે. હરદાસભાઈ ભીખાભાઈ ચાવડા, હેડ કોન્સ્ટે. મયુરભાઈ ખીમાભાઈ ગોજીયા, પો. કોન્સ્ટે. ભાયલાલભાઈ કેવલભાઈ રાઠોડ, પો. કોન્સ્ટે. મીનાબા વિક્રમસિંહ જાડેજા સહિત સ્ટાફે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી.
રાજયમાં દોરા-ધાગા, ધતિંગની માહિતી મો. ૯૮૨૫૨ ૧૯૬૮૯ ઉપર નિયમો જાણી સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
ફોટો: તસ્વીર: ગાગા ગુરગઢ દરગાહના મુંજાવર બસીરબાપુ, હાજીબાપુ માફી માંગી કબુલાત આપતા નજરે પડે છે. પોલીસ સ્ટાફ, પૂછપરછ કરતા જાથાના જયંત પંડયા, દરગાહમાં આવેલા પીડીતો દષ્ટ્રિપાત થાય છે.
માન, તંત્રીશ્રી, આપશ્રીના અખબારમાં ફોટા સાથે મેટર પ્રગટ કરવા નમ્ર વિનંતી. ઈ-મેઈલમાં ફોટા મેટર મોકલેલ છે જે વિદિત થાય.
ભારત જન વિજ્ઞાન જાથા મો.નં. ૯૮૨૫૨ ૧૬૬૮૯









