
વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા
***
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સરકારની યોજનાના સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે માન. વડાપ્રધાનશ્રીનો સંદેશ, સંકલ્પ વિડિયો, વિકાસ યાત્રાની ફિલ્મ સહિત વિવિધ યોજનાઓની ફિલ્મનું પણ આ પ્રસંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ આ પ્રસંગે વ્યક્ત કર્યા હતા. આ તકે અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ગામના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









