
તા.૨૭ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ રેસકોર્સ ખાતે આવેલી મહિલા પોલીસ સ્ટેશન ખાતે પી.આઇ. ભાર્ગવસિંહ ઝણકાટના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘શી’ ટીમે રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતમાં મહિલા સેલના એ.સી.પી. શ્રી બારીયાએ વૃદ્ધોને તેમના જીવનમાં મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત વિસ્તૃત માહિતી આપીને સાયબર ક્રાઈમ વિષે વિગતવાર સમજાવ્યું હતું, જેમાં સ્માર્ટ ફોનના ઉપયોગમાં અજાણી લિંક પર ક્લિક ન કરવા અને ઓનલાઈન નાણાંકીય ફ્રોડ વિશે વિવિધ ઉદાહરણોના માધ્યમથી સમજાવ્યું હતું. તેમજ આ અંગે તકેદારી કેવી રીતે રાખવી તેની સમજૂતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે સિનિયર સિટીઝન કોઈ પણ પ્રકારની મદદ માટે હેલ્પલાઈન ૧૪૫૬૭ પર ફોન કરી શકે છે, તેમજ સાયબર ક્રાઈમ અંગે ૧૯૩૦ હેલ્પલાઈન પરથી તમામ નાગરિકો મદદ મેળવી શકે છે.
[wptube id="1252022"]








