
રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના માવલીમાં એક નવ વર્ષની છોકરીની સાથે કથિત દુષ્કર્મ કરીને તેની હત્યા કરવાનો અને પછીથી તેના મૃતદેહના 10 ટુકડ કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસના એક અધિકારીએ આ અંગેની માહિતી આપી છે. પોલીસે જણાવ્યું કે લોપડા ગામમાં રહેનારી નવ વર્ષની આદિવાસી સમાજની છોકરી પૂજા ગમેતીના પરિવારના સભ્યોએ 29 માર્ચે તેના ગુમ થવા અંગેની અને તેના અપહરણ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
ઉદયપુર જિલ્લાના પોલીસ અધિક્ષક વિકાસ શર્માએ જણાવ્યું કે શનિવારે નવ વર્ષની છોકરીનો મૃતદેહ તેના ઘરથી થોડે દૂર એક ખંડેર મકાનમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે છોકરી ગુમ થવા અને તેનું અપહરણ થયું હોવાની ફરિયાદ તેના પરિવારના સભ્ય તરફથી દાખલ કરવામાં આવી હતી. પોલીસ અને ગામના લોકોના સહયોગથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.

[wptube id="1252022"]









