
આસીફ શેખ લુણાવાડા

સંતરામપુર તાલુકાના રનેલા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું
વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી ઉપરાંત વિકાસ યાત્રામાં છેવાડાના અંતિમ માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ભ્રમણ કરી રહી છે. ત્યારે સંતરામપુર તાલુકાના રનેલા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા નાગરિકોએ રથને હર્ષભેર આવકાર્યો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સ્થળ પર તેમજ વિગતે વિવિધ યોજનાકીય માહિતી લોકોને આપવામાં આવી હતી.
ગ્રામજનો સુધી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આઈ.સી.ડી.એસ. સહિતની યોજનાઓના લાભ પાત્રતા ધરાવતા લાભાર્થી સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ‘મેરી કહાની-મેરી ઝુબાની’ અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ, આઈસીડીએસની પોષણ યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લીધો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પ સંદેશને ડિજિટલ માધ્યમથી ગ્રામજનોએ નિહાળ્યો હતો. વંચિતો અને મહિલાઓ સહિતના લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી વિવિધ યોજનાકીય લાભ પહોંચાડવામાં આવી રહ્યા છે. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં ટીબી અને સિકલસેલ સહિત વિવિધ બિમારી અંગે લોકોએ આરોગ્યલક્ષી તપાસ કરાવી માર્ગદર્શન મેળવ્યું હતું. પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતુ ધરતી કહે પુકાર કે… નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું.









